મરાઠા સેવા સંઘ રાષ્ટ્રીય અધિવેશન ૨૦૨૩ નું દાદા ભગવાન મંદિર કપુરાઈ કેલનપુર રોડ ખાતે આયોજન કરાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મરાઠા સેવા સંઘ રાષ્ટ્રીય અધિવેશન ૨૦૨૩ તા, ૯/૧૨/૨૦૨૩ ના રોજ દાદા ભગવાન મંદિર કપુરાઈ કેલનપુર રોડ ખાતે રાષ્ટ્રીય અધિવેશન નિયોજક સમિતિના અધ્યક્ષ ભાવસાહેબ પવાર દ્વારા આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રમુખ અતિથિ તરીકે શ્રીમંત મહારાજ શ્રી સમરજીતસિંહ ગાયકવાડ, શ્રીમતી સંગીતાબેન પાટીલ ધારાસભ્ય લિંબાયત સુરત તેમજ ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તબલાવાદક આચાર્ય ડોક્ટર પ્રશાંત ગાયકવાડ મરાઠા સેવા સંઘના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ વડોદરા શહેરના રાજકીય આગેવાનોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાની કરાટે અને કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૨૧, થી વધારે મેડલ જીતેલ વડોદરા તરસાલી વિસ્તારમાં રહેતા અને પારુલ યુનિવર્સિટી ની પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ વડોદરા માં કમ્પ્યુટર ડિપ્લોમા અભ્યાસ કરતો આર્યન કલ્પેશ પાટીલ, ઉમર ૧૬, વર્ષની તેમજ ઓક્ઝિલિયન કોન્વેન્ટ હાઈસ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ ઉમર 13 વર્ષની ઉંમર ધરાવતા બંને
ભાઈ બહેનને સન્માનિત કરવામાં આવેલ છેલ્લા આઠ વર્ષમાં દિલ્હી, કચ્છ, આનંદ, વડોદરા જેવા વિવિધ શહેરોમાં મેડલ જીતેલ આ બંને ભાઈ બહેને કરાટેમાં બ્લેકબેલ્ટ ની ડિગ્રી પાસ કરેલ છે જે એક ઘણી મોટી કરાટેમાં સિદ્ધિ કહેવામાં આવે છે આર્યન તેમજ ઝીલ પાટીલ આટલી નાની ઉંમરમાં સિદ્ધિઓ મેળવવા બદલ તેઓનો મરાઠા સેવા સંઘ ના હોદ્દેદારો દ્વારા પણ સન્માન પત્ર આપી તેઓને સન્માનિત કરેલ આ અગાઉ પણ આ ભાઈ બહેનને મરાઠા પાટીલ સમાજ દ્વારા ઘણા બધા રાજકીય આગેવાનો, રાજકીય, પક્ષો, મંડળ એનજીઓ, સમાજ સેવકો, વડોદરા શહેરના મેયર, ખેડા ડીએસપી દ્વારા અને બીજા ઘણા બધા રાજ્ય અને વડોદરા શહેરના નામી હસ્તીઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here