ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ લુંટનો બનાવ ગણત્રીના દીવસોમાં ભેદ ઉકેલતી એલસીબી અરવલ્લી

ભિલોડા, (અરવલ્લી) વસીમ શેખ :-

લુંટમાં ગયેલ મોબાઇલ કિ.રૂ.૨૧,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી ને મોડાસા હજીરા સર્કલ ખાતે ખાતેથી ઝડપી પાડી અનડીટેક ગુન્હાના નો ભેદ ઉકેલાયો

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી,મોડાસાનાઓએ અરવલ્લી જિલ્લામાં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
જે અનુસંધાને શ્રી,કે.ડી.ગોહીલ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસા નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લીના સ્ટાફના પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપી ઓને શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતા.
ભિલોડા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૩૨૩૦૨૦૦/ ૨૦૨૩૨ ઇ.પી.કો. કલમ૩૯૪, ૫૦૪,૧૧૪ના ગુન્હાના કામે લુંટમાં ગયેલ રોકડ રકમ તથા મોબાઇલને બાતીદાર થી ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન બાતમીદારથી ચોક્કસ હકીકત મળેલ કે, લુંટમાં ગયેલ રેડમી કંપનીનો મોબાઇલ ફોન સાથે એક ઇસમ મોડાસા હજીરા સર્કલ ખાતે જાંબલી કલરનુ શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરી ઉભેલ છે.જે હકીકત આધારે હજીરા સર્કલ ખાતે જતાં બાતમી હકીકતવાળો ઇસમ ત્યાં ઉભેલ હોઇ જેને પકડી એલ.સી.બી.ઓફીસ ખાતે લાવી સદરીની પુછપરછ કરતાં પોતે પોતાનુ નામ પંકજ ઉર્ફેપ્રકાશ સ/ઓ શંકરભાઇ હુકાભાઇ માલવીયા રહે.પાટીયા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનુ જણાવેલ. સદરી ઇસમ પાસે મળી આવેલ એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ ફોન જોતા ઘાટા વાદળી રંગનો રીયલમી કંપનીનો RMX 1901મોડલનો જે મોબાઇલ ફોનમાં એક એરટેલ કંપીનનુ સીમકાર્ડનંબર ૯૧૧૯૩૪૦૫૩૩નુ હતુ. જે મોબાઇલ ફોનના IMEI NO જોતા 864428040637637તથા 864428040637627 ના હતો સદરી મોબાઇલ બાબતે પુછતાં પોતે તા.૨૫/૫/૨૦૨૩ ના રોજ આરોપીનં (૧) લલીત ઉર્ફે લાલો રમેશભાઇ અસોડા રહે.પાટીયા તા.ખેરવાડા જી.ઉદેપુર(રાજસ્થાન)વાળા પાસેથીરૂ.૨,૦૦૦/-માં વેચાણ લીધેલ હતો તેવી હકીકત જણાવેલ. જેથી સદરી આરોપી પાસે મળી આવેલ મોબાઇલ ફોનનુ બીલ કે કોઇ આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઇ આધારા પુરાવા નહી હોવાનુ જણાવેલ.જેથી મોબાઇલ ફોનની કિ.રૂ.૨૧,૦૦૦/-ના મુદ્દામાલ સાથે સદરી ઇસમને પકડી પાડી સી.આર. પી.સી. કલમ ૪૧ (૧)ડી મુજબ તા.૪/૬/૨૦૨૩ ના રોજ અટક કરી આગળ ની વધુ તપાસ માટે ભિલોડા પોલીસ સ્ટેશનને આરોપીઓ તથા મુદ્દામાલ સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) પંકજ ઉર્ફેપ્રકાશ સ/ઓ શંકરભાઇ હુકાભાઇ માલવીયા રહે. પાટીયા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન
વોંન્ટેડ આરોપીઓઃ-
(૧) લલીત ઉર્ફે લાલો રમેશભાઇ અસોડા રહે.પાટીયા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન
કબજે લીધેલ મુદ્દામાલઃ-
મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨૧,૦૦૦/-
કામ કરનાર અધિકારી / કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(ર) શ્રી એસ.કે.ચાવડા, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. મોડાસા.
(૩) એ.એસ.આઇ. અનિલકુમાર અંબાલાલ એલ.સી.બી. મોડાસા.
(૪) અ.હે.કો. કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા.
(૫) અ.હે.કો અભેસિંહ કોદરસિંહ એલ.સી.બી. મોડાસા.
(૬) અ.હે.કો.હરેશભાઇ કાન્તીભાઇ એલ.સી.બી. મોડાસા.
(૭) અ.હે.કો.કીશનકુમાર બાબુભાઇ એલ.સી.બી. મોડાસા.
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી ધ્વારા લૂંટનો ગુન્હાનો ભેદ ઉકેલાવા પામેલ છે અને લુંટમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવાની પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા સાપડેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here