ભારજ બ્રિજની સમસ્યાને લઈને નેશનલ હાઇવે ઓથોરિટીના ઇજનેર સાથે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ મુલાકાત કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાવીજેતપુર,છોટાઉદેપુર ,ફેરકુવા હાઈવેને જોડતા સિથોલ ગામ પાસેના ભારજ બ્રિજના પાયામાં નુકશાન થવાના કારણે મુખ્ય હાઇવે બંધ કરી અન્ય રસ્તા પર ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.જેના કારણે વાહનચાલકોને છોટાઉદેપુર તરફ જવા આવવાનું અંતર વધતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ભારજ બ્રિજની બાજુમાં નદીમાં ડાઈવર્ઝન બનાવવા કેન્દ્ર સરકારના નેશનલ હાઇવે ઓથોરિટીની પરવાનગી વિના ન થઇ શકવાના કારણે સ્થાનિક ધારાસભ્યો,સાંસદે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વહેલીતકે ડાઈવર્ઝન બને તો વાહનચાલકોની મુશ્કેલી દૂર થાય જે માટે આજરોજ નેશનલ હાઇવે ઓથોરિટીના ઇજનેર સાથે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ મુલાકાત કરી છોટાઉદેપુર થી બોડેલી મુખ્ય હાઇવે પર ભારજ નદી ઉપર જર્જરિત પુલના તાત્કાલિક નિરાકરણ માટે પુલની બાજુમાં નવીન ડાયવરઝન અંગે ચર્ચા કરવામાં આવી હતી.નેશનલ હાઇવે પર નવીન ટેમ્પરરી ડાયવરઝન અંગે નવીન એસ્ટીમેન્ટ અને પ્લાન બનાવી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું છે.આ એસ્ટીમેન્ટને દિલ્હી નેશનલ હાઈવે ઓથોરિટીમાં રજૂઆત કરી મંજૂર કરવામાં આવશે.જેનું અંદાજે એસ્ટીમેન્ટ ૨.૩૪ કરોડ આપવામાં આવેલ છે.તેવી માહિતી નેશનલ હાઇવે ઓથોરિટીના ઇજનેરે સાંસદ ગીતાબેન રાઠવાને આપી હતી.સાંસદ ગીતાબેન રાઠવાએ પણ કેન્દ્રીય માર્ગ,મકાન વિભાગ મંત્રી નીતિન ગડકરીને વહેલીતકે ડાઇવર્ઝનની મંજૂરી આપવા માટે ભલામણ કરશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here