ભાટીયામાં ઋષિરાજ સંગીત ક્લાસમાં સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સન્માન સમારોહ યોજાયો

દેવભૂમિ દ્વારકા, સકીલ બલોચ :-

ભાટીયામાં તાજેતરમાં ઋષિરાજ સંગીત ક્લાસ ખાતે સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સન્માન સમારોહ યોજાયો કાર્યક્રમ અંતર્ગત ઋષિરાજ સંગીત ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય પધ્ધતિના રાગો, લોકગીત, ભજન, ગઝલ તથા રાષ્ટ્રગીત વગેરે ગાયન અને વાદનની પ્રસ્તુતિ કરવામા આવી હતી સંગીત વિશારદ શ્રી નટવરલાલ સોની દ્વારા સંગીત ક્ષેત્રે કારકિર્દીલક્ષી માર્ગદર્શન અપાયુ હતું મહાનુભાવોના વરદ હસ્તે લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતાં સંગીત પ્રારંભિક થી સંગીત શિક્ષા વિશારદ સુધીના ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here