ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારી- સાથે ગઠબંધનનો ધર્મ પણ નીભાવિસુ –ધારાસભ્ય ચૈતર વસાવા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જેલમાંથી મુક્ત થયેલા ધારાસભ્ય ચેતર વસાવા ને ભરૂચ લોકસભાની ચૂંટણી તેઓ લડશે નો પ્રશ્ન પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શહીત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાને ચૂંટણી લડવાનું કહ્યું છે, અને તેની જાહેરાત કરી છે ત્યારે ભરૂચ બેઠક પર ચૂંટણી લડીશું અને લડીને જીતીશું પણ નો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીઓ સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન હોય લોકસભાની ચૂંટણી લડશો નું પૂછવામાં આવતા ચેતર વસાવા એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં પોતે વિધાનસભા માં લોક પ્રતિનિધિત્વ કરે છે, એક લાખથી વધુ મતો પોતાને પ્રાપ્ત થયા હોય રાષ્ટ્રીય નેતાઓ ગઠબંધનમાં રહીને જે નક્કી કરશે તે પોતાને માન્ય રહેશે અને ભરૂચ કે રાજ્યની કોઈ પણ લોકસભા ની બેઠકો પર રાષ્ટ્રીય નેતૃત્વ જે નક્કી કરશે તે પ્રમાણે જ આગળની કાર્યવાહી થશેનું પણ ચેતર વસાવા એ જણાવ્યું હતું.

સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્રી મમતાજ બેન પટેલ પણ લોકસભાની ચૂંટણી લડવાનું દાવો કરી રહ્યા છે નો પ્રશ્ન પૂછાતા ચેતર વસાવાએ મુમતાજ બેન પટેલ સ્વ. અહેમદભાઈ પટેલ ના પુત્રી છે અને તેઓ સામાજિક કાર્ય કરે છે નું કહી તેમની પ્રશંસા કરી હતી અને ગઠબંધન જે કહેશે તે પ્રમાણે જ લોકસભાની ચૂંટણીમાં આગળ વધાશે નું જણાવી ચેતર વસાવા એ હાલ પોતે લોકસભાની ચૂંટણી લડવા માટે તેઓની સંપૂર્ણ પણે તૈયારી હોવાનો જણાવ્યું હતું અને દેશની લોકશાહી સંપૂર્ણપણે ખતમ કરી નાખવામાં આવી છે ત્યારે દેશની લોકશાહીને બચાવવા માટે લોકસભાની ચૂંટણી લડવાનું આશાવાદ ચેતન વસાવા એ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here