બોડેલી : શેઠ. એચ. એચ .શિરોલાવાલા હાઈસ્કૂલના પટાંગણમાં ડો.વિનોદ રાવ (I.A.S) સચિવની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ શેઠ. એચ. એચ .શિરોલાવાલા હાઈસ્કૂલના પટાંગણમાં રાષ્ટ્રીય રક્ત સંચરણ પરિષદ દ્વારા ઘોષિત રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે ડો.વિનોદ રાવ (I.A.S) સચિવની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી છોટાઉદેપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી છોટાઉદેપુર દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બોડેલી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડો.વિનોદ રાવ, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક નાયબ શિક્ષણાધિકારી, શાળાના સુપરવાઈઝર, ટ્રસ્ટીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંધ ના હોદ્દેદારો, જિલ્લાના તમામ આચાર્ય, જિલ્લાના તમામ વિભાગના શિક્ષક ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સોસીયલ ડિસ્ટન્સ રાખી રક્તદાન શિબિર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અમદાવાદ, સીવીલ વડોદરા શહેરની ગોત્રી, સિવિલ, હિન્દુ બ્લડ બેન્ક જેવી સામાજિક બ્લડ બેંકની સંસ્થાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરાવ્યું હતું તેમજ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ તબક્કે શિક્ષણ સચિવ વિનોદ રાવ, કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, તેમજ અન્ય અધિકારીઓને પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું ડો. વિનોદ રાવ પ્રવચન આપતા જણાવ્યું હતું કે જીવનમાં અનેક શ્રેષ્ઠ દનોમાં એક રક્તદાન પણ શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે તેથી આજના દિવસે જે લોકોએ રક્તદાન કર્યું છે તેવા શિક્ષક ભાઈ બહેનનો આભારમાનું છું સાથે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે તેને આપણે કેવી રીતે ઊંચું રાખવું જોઈએ તેના વિશે પણ સમજ આપી હતી શિક્ષણની ગુણવત્તામાં પણ શિક્ષક મિત્ર દિલથી કરે તેમ જણાવ્યું હતું આ તબક્કે ૨૦૦ જેટલા શિક્ષકો તેમજ લોકોએ રક્તદાન કર્યું હતું એમનો પણ આભાર માન્યો હતો સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેપિડ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 201 થી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમામ નેગેટિવ આવ્યા હતા ત્યારબાદ પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના શિક્ષકોને ડો.વિનોદ રાવના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ શાળાવતી ડો.વિનોદ રાવને મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા અંતે છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.રાઠવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો. વિનોદ રાવ સહિતના અધિકારીઓ, ટ્રસ્ટીઓ, સંઘના હોદ્દેદારો, બ્લડ બેંકના સ્ટાફના અધિકારી- કર્મીઓ તેમજ ઉપસ્થિત શિક્ષક ભાઇ બહેનો આભાર વ્યક્ત કર્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ ઓએસડી વિનોદ રાવને છોટાઉદેપુર કોવિડ ખાતે ડોકટર તેમજ ઇન્જેક્શન બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર – બોડેલી કોવિડ કેર સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા અને સેવા ઉપલબ્ધ થાય એ પ્રમાણે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે ચર્ચા પણ કરી છે સવારે બોડેલી સર્કિટ હાઉસમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા પણ થઈ અને અહીંના પરિસ્થિતિની સમીક્ષા પણ કરી છે. ઇન્જેક્શન લગભગ બે અઠવાડિયા પહેલા સમગ્ર રાજ્ય માટે ઉપરથી સ્ટોકના અભાવના કારણે થયું હતું પણ આ બે ત્રણ દિવસ પૂરતું ચાલ્યું પાછળથી રેમડેસિવીર પૂરતા પ્રમાણમાં સ્ટોક આવી ગયું છે અહીંયા પણ રેમડેસિવીરના અછત આવતા સમયમાં નહિ આવે કોઈ પણ સેવા અને સુવિધાના અભાવથી કોઈ દર્દીને અગવડતા ના પડે તે માટે અમે ખાસ કાળજી રાખીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here