બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારુ સહિત કિ.રૂ.૩,૯૨,૪૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા સર્કલ પો.ઇન્સ.શ્રી એસ.બી.વસાવા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ વી.આર.ચૌહાણ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે ચલામલી તરફથી કેનાલ રોડ બોડેલી તરફ બોડેલી ઢોકલીયા ખાતે રહેતા સંજયભાઈ ગોરધનભાઈ રાઠવા નાઓ પોતાની કાળા કલરની સ્વિફટ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ લઇ બોડેલી તરફ આવી રહ્યો છે જે બાતમી હકિકત આધારે સ્ટાફના માણસોને વોચમાં રાખી કાળા કલરની સ્વિફટ ગાડી નંબર GJ-06-DB-0154 માથી (१) ALL SEASONS GOLD COLLECTION RESERVE WISKY तथा (२) SIGNATURE MASTER BLENDERS RARE (3) ROYAL CHALLENGE CLASSIC PRIYAM WISKY तथा (४) MCDOWELLS NO1 SUPERIOR WISKY ની નાની મોટી કાચની કુલ બોટલ નંગ-૨૧૧ જેની કુલ કિ.રૂ.૯૨,૪૬૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લિધેલ સ્વિફટ ગાડી રજીસ્ટર નંબર GJ-06-DB-0154 ની કિ.રૂ.૩,૦૦૦૦૦/- ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૯૨,૪૬૦/- નો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી ગાડી મુકી અંધારાનો લાભ લઇ નાસી જઈ ગયેલ આરોપી સંજયભાઇ ગોરધનભાઈ રાઠવા રહે-ઢોકલીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર નાઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here