બોડેલી પોલીસે મોટર સાયકલ પર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કડાછલા ગામેથી ઝડપી પાડયૉ


બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પોલીસ દ્વારા ગણનાપાત્ર કેસ શોધી કુલ કિ.રૂ.૫૭,૦૨૦/-નો મુદ્દામાલ જપ્ત

શ્રી સંદિપસિહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહી જંગારની પ્રવૃતિ સદત્તર રીતે નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ ઘણા અમલદારશ્રીઓને પોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદત્તર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલા
જે આધારે શ્રી કે.એચ.સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝ્ન તથા સર્કલ પો.ઇન્સ.શ્રી એમ એન ચૌહાણ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ વી.આર ચૌહાણ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે રણજીતસિંહ ઉર્ફે પીન્ટુ જસવંતસિહ જાદવ રહે કડાછલા હિમંતનગર ફળિયા તા.બોડેલી જી.છોટાઉદેપુર નાનો તેના કબ્જાની મો.સા ઉપર ભારતીય બનાવટનો ગેરકાદેસર વિદેશી દારુ લઈ કડછલા ગામના જંગલમાંથી તેના ઘર તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે કડાછલા ગામના જંગલના નાકાબંધી વોચ ફરી લીસ્ટેડ પ્રોહી આરોપી રણજીતસિંહ ઉર્ફે પીન્ટુ જસવંતસિંહ જાદવ ઉ.વ.૪૨ રહે. કડાછલા હિમતનગર ફળિયું ના બોડેલી જી.છોટાઉદેપુરનાને તેના કબ્જા ભોગવટાની હોંડા કંપનીની સાઇન જેનો રજી નંબર GJ-06-FA-9472 પર ગે.કા.રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી પ્લા.ની બોટલો નંગ-૧૩૬ કી.રૂ.૨૭,૦૨૦/- તેમજ મો.સા કી.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૫૭,૦૨૦/- ના પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આરોપી – રણજીતસિહ ઉર્ફે પીન્ટુ જસવંતસિંહ જાદવ ઉ.વ.૪ર રહે. કડાછલા હિમંતનગર ફળિયુ તા.બોડેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here