બોડેલી નગરમાં ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ઇન્ડિયન ફૂડ સોલ્યુશન દ્વારા વિવિધ સમજણ સાથે ટ્રેનિંગ આપવામાં આવી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

૩/૯/૨૦૨૨ ના રોજ છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી જલારામ મંદિરમાં ખાદ્ય ચીજોનું વેચાણ તેમજ ઉત્પાદન કરતા વેપારી ભાઈઓને ઇન્ડિયન ફૂડસોલ્યુશન ના બ્રિજેશ પટેલ દ્વારા તેમજ ડી.ઓ.જી. સી. તડવી સાહેબ, ફૂડ ઇન્સ્પેક્ટર એ. ડી. રાઠવા સાહેબ ના માધ્યમથી ફોસ્ટેકની ફુડ સુપરવાઇઝર ટ્રેનિંગ આપવામાં આવી હતી આ તકે ૪૦ થી -૫૦ જેટલા વેપારી તેમજ પાણી પુરી વેચતા ભાઈઓએ ફોસ્ટેક સુપરવાઈઝર તથા કોવિડ -૧૯ ની ટ્રેનિંગ ઓફ લાઇન લીધી હતી ફોસ્ટેક તાલીમ ના ઇતિહાસમાં પ્રથમ વખત મોબાઇલ વાન દ્વારા સેમ્પલ ટેસ્ટીંગ કરવામાં આવ્યા* તથા ફુડના લાયસન્સ માટે રજિસ્ટ્રેશન કરી વેપારી ભાઇઓને તમામ સહયોગ આપવા પહેલ કરી હતી. આ તકે વેપારી ભાઈઓને ફુડના સેમ્પલનું પણ લેબોરેટરી કરી જ્ઞાન આપવામાં આવ્યું હતું. તેમજ ઇન્ડિયન ફુડ સોલ્યુશન ના ટ્રેનર ટ્રેનર બ્રિજેશ પટેલ સાહેબ દ્વારા વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી તેમજ સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારત સરકારના ફુડ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા પાણીપુરીની લારી ફાસ્ટ ફૂડ ડેરી બેકરી રેસ્ટોરન્ટ લારી ગલ્લાવાળા કરિયાણા વાળા તેમજ ઇન્ડિયન ફુડ સોલ્યુશન દ્વારા જિલ્લા કોઓર્ડીનેટર આશિષ સેવક, તુષાર પંડ્યા ,મયુર ચૌહાણના માધ્યમથી છોટાઉદેપુર ના તમામ તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વેપારી ભાઇઓનો સંપર્ક કરી, માર્ગદર્શન આપી આ ટ્રેનિંગ આપવામાં આવેલ છે. આ ઉપરાંત દેવ સ્થાનોમાં મંદિરોમાં પણ પ્રસાદી તેમજ ભોગ માટે થર્ડ ઇન્સ્પેક્શન કરી, ભોગ નું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

આ ટ્રેનિંગ લેનારા તમામ વેપારી ભાઇઓને ભારત સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું ફુડ સુપરવાઇઝર એન્ડ કોવિડ – ૧૯ સર્ટિફિકેટ આપવામાં આવશે. જે ધંધાના સ્થળે રાખવું તેમજ ટ્રેનિંગ લેવી જરૂરી છે.ત્યારે છોટાઉદેપુર ગાયત્રી મંદિર મા પણ વેપારીઓ ને પણ ઇન્ડિયન ફ્ડસોલ્યુશન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here