બોડેલી તાલુકા મથકે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ મોહન બાલ મંદિરમાં આવવા જવાના ૧૦૦×૧૦.૫ ફીટના રસ્તાના વિવાદનો અંત..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સત્યનો વિજય થતા શ્રીજી કોમ્પ્લેક્સના રહીશો અને દુકાનદારોમાં ખુશી.જોવા મળી

મોહન બાલ મંદિર ના સંચાલકો એ તેઓના સિટી સર્વે રેકોર્ડ ના અપૂર્ણ અભ્યાસ ને કારણે તા.૨૯ માર્ચ ૨૦૨૨ ના રોજ ઊભો કર્યો હતો અને શ્રીજી વ્યુ કોમ્પલેક્ષ ના ફ્લેટ્સ અને દુકાન માલિકો ને અગવડ ઊભી કરવા માટે સદર વિષય રસ્તા ને લોખંડ નો નવો ગેટ લગાવીને બંધ કરી દીધો હતો,મોહન બાલ મંદિર ના સંચાલકો એ આ બાબત ની શ્રીજી વ્યુ કોમ્પલેક્ષ ના રહીશો ને કોઈપણ પ્રકારે જાણ નહી કરીને તેઓ એ સદર ૧૦૦×૧૦.૫ ના વિવાદી રસ્તા ને જાણી બુઝી ને માત્ર નડતર રૂપ બનવા હેતુ બંધ કરી દઈને શ્રીજી વ્યુ કોમ્પલેક્ષ ના રહીશો ના કાયદેસર ના વાપર ઉપયોગ કરવાના હક્ક ને ગેર કાયદેસર રીતે સમાપ્ત કરી દિધો હતો,અત્રે ઉલ્લેખનીય છે કે, સદર રસ્તા નો ઉપયોગ શ્રીજી વ્યુ કોમ્પલેક્ષ ના રહીશો અને દુકાનદારો વર્ષ ૨૦૦૧ થી ઉપયોગ કરતા હતા, આ બાબતે શ્રીજી વ્યુ કોમ્પલેક્ષ ના ફ્લેટ્સ અને દુકાન માલિકો દ્વારા બોડેલી નાયબ કલેકટર શ્રી ને તા.૨૫ મે ૨૦૨૨ ના રોજ રજૂઆત કરતા કોઈપણ પ્રકાર નું પરિણામ નહી મળતા સદર વિષય ની સ્વાગત ઓનલાઇન માં તા.૭ ઓગષ્ટ ૨૦૨૩ ના રોજ રજૂઆત કરતા નાયબ કલેકટર શ્રી એ સદર વિષય વિવાદ નો ઊંડો અભ્યાસ કરતા અને વર્ષ ૧૯૭૬ ના સિટી સર્વે રેકોર્ડ ને તપાસી જતા આ રેકોર્ડ ના આધારે સદર વિવાદી રસ્તા નો વાપર ઉપયોગ કરવાના નો હક્ક શ્રીજી વ્યુ કોમ્પલેક્ષ ના ફ્લેટ્સ અને દુકાન માલિકો નો પુરવાર થતા તે અંગે નો હુકમ મે.નાયબ કલેકટર શ્રી ના હુકમ અન્વયે સિટી સર્વે સુપરિટેન્ડેન્ટ શ્રી છોટાઉદેપુર ના ઓ એ શ્રીજી વ્યુ કોમ્પલેક્ષ ના રહીશો ના કાયદેસર લાભ માં હુકમ બોડેલી તલાટી શ્રી ને બજાવતા,બોડેલી તલાટી શ્રી એ તા.૨૮ ઓગષ્ટ ના રોજ સદર વિવાદી રસ્તો (૧૦૦×૧૦.૫)મોહન બાલ મંદિર ના સંચાલકો દ્વારા શ્રીજી વ્યુ કોમ્પલેક્ષ ના ફ્લેટ્સ અને દુકાન માલિકો ના વાપર ઉપયોગ માટે ખુલ્લો કરાવી આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here