બોડેલી તાલુકાના જબુગામ ઓરસંગ નદી વિસ્તારમાંથી જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા એક મસીન જપ્ત કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય માટે શાંત રહેલા ખનીજ માફિયાઓ ફરી સક્રિય થયા છે નાના-મોટા ગામડાઓની સરકારી તેમજ ગૌચરની જમીન ખેતરોમાં રેતીના ગગનચુંબી ઢગ ખડકાવા સાથે કાયદેસર ગેરકાયદેસર નદીના પટમાંથી જ લીઝમાં ફળવાયેલ રેતખનન પ્રવૃત્તિ ધમધમવા માંડી છે ત્યારે છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગે જબુગામ ઓરસંગ નદીના પટમાંથી એક હિતાચી મશીન જપ્ત કરી રેતીખનન કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રીતે રેતી ખનનની ધીકતી પ્રવૃત્તિ બિનઅધિકૃત રીતે છેલ્લા કેટલાક સમયથી ફુલીફાલી હતી વહેલી સવારે તેમજ સાંજ થતાં જ હજારો ટન રેતી ઉલેચી અંધારાનો લાભ લઈ રેતી માફિયાઓ નાના-મોટા વાહન મારફતે રેતીનું વેચાણ કરી રોકડી કરી લેતા હતા ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જબુગામ ઓરસંગ નદીમાં રેડ કરતા રેતી માફિયાઓમાં નાશભાગ મચી જવા પામી હતી ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક હિતાચી મશીન જપ્ત કરી રેતી ખનન કરતા તત્વો વિરુદ્ધ દંડની જોગવાઈ માટેની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાની કિંમતની ગેરકાયદે ખોદાઈ ગયેલ સરકાર હસ્તકની નદીપટ વિસ્તારમાં પરવાનગી વિનાની લીઝોના નદી પટમાની રેતી અંગે છેલ્લા કેટલાક સમયથી ખોદકામ થતું હોવાનું લોક મુખે ચર્ચા રહ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સરકારી નદીકાંઠા વિસ્તારોની તબદીલ નહિ થયેલ રેતી જમીનનું સર્વે કરી હાલ જે ખાડા ખોદાઈ ગયા છે તેની ગણતરી કરાય તો કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ ગયાનું જાણવા મળે છે પંચાયત હસ્તકની અનેક હેક્ટર ધોવાણ થયેલી જમીનમાં ગેરકાયદેસર વિના લીઝે જ રેતી ખનન કરી હાલ જે ખાડા ખોદાઈ ગયા છે તેની ગણતરી કરાય તો કરોડો રૂપિયા ચોરી સહિત આ ખોદાઈ ગયેલ સરકારી જમીનની સંપત્તિના નદીના પટના ખાડા જોતા આ ખનીજ ચોરીનું કૌભાંડ આજકાલ નહીં પરંતુ લાંબા સમયથી ચાલતું હોય તેમ લોકમુખે ચચૉઈ રહ્યું છે ત્યારે સરકારી તંત્રએ આ અંગે શું કર્યું ?તેનો જો હિસાબ માગવામાં આવે તો ઘણા સરકારી બાબુઓના પગ નીચે રેલો આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે આ ખનીજ ચોરીના ચાલતા કોભાંડ અંગે આગામી દિવસોમાં મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી આ સરકારી જમીન બચાવવાની માંગણી સાથે બેદરકાર રહેલ સ્થાનિક તંત્ર વાહકો સામે પગલાં લેવાની પણ માંગ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here