બોડેલી તાલુકાના કોસિન્દ્રા વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો… દારૂ સાથે કુલ ૮૮,૬૬૫ રૂપીયાના મુદ્દામાલ તેમજ બે ઈસમની ધરપકડ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના કોસિન્દ્રા વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી દારૂ ઝડપીયો કુલ મુદામાલ દારૂ સાથે ૮૮,૬૬૫ રૂપીયા તેમજ બે ઈસમની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય એક વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.    બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામ નજીક કોનૅર પર મોનિટરીંગ સેલે દરોડો પાડયો હતો જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે અહીં દારૂનો જથ્થો આવી રહ્યો છે જે આધારે ગાંધીનગરની ટીમે કોસિન્દ્રા વિસ્તારમાં રેડ કરી હતી આ દરમિયાન પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ૯૪, કિંમત રૂ ૧૩,૬૬૫,અંગ ઝડતીના રોકડા રૂપિયા ૨૫,૦૦૦,બે નંગ મોબાઈલ કિંમત રૂ.૧૦,૦૦૦અને બે ટુ વ્હીલર કિંમત રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ ૮૮,૬૬૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેમાં આરોપી મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર રહે.નવાગામ,તા.બોડેલી,યોગેશ જયંતિલાલ પટેલ રહે.વાસણા,તા.સંખેડાની ધરપકડ કરી છે તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર મલ્લુ રાઠવા રહે.બોરીયાદ, તા.નસવાડીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે SMC ની ટીમે રેડ કરી દારૂના જથ્થા સાથે બે ની ધરપકડ કરી હતી જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે અને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમ રેડ કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here