બોડેલી ડેપોમાં રોજ રોજ બે બસના વિદ્યાર્થીઓને એક બસમાં મુસાફરી કરવાનો વારો આવતા વિદ્યાર્થીઓએ બસને રોકીને આક્રોશ ઠાલવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર ડેપોમાં થી આવતી બસ માં વિદ્યાર્થીઓ ને ઘેટાં બકરા ની જેમ મુસાફરી કરવાનો વારો આવતા બોડેલી માં વિદ્યાર્થીઓએ એસ ટી ડેપો માં બસ રોકી બોડેલી થી સવારે ૭ વાગે નવી બસ મુકવામાં આવે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કરીને આક્રોશ વક્ત કર્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ બોડેલી સહીત વિસ્તાર માંથી મોટી સંખ્યા માં રોજ સવારે ૭ વાગ્યાં ના સમયે વિદ્યાર્થીઓ તેમજ યુવાનો નોકરી અર્થે બસ મારફતે ડભોઇ તેમજ વડોદરા તરફ જાય છે પરંતુ બોડેલી એસ ટી ડેપો માં થી ૭ વાગ્યાં ના સમયે એક પણ બસ ના હોવાથી બોડેલી ના વિદ્યાર્થી ઓ ને છોટાઉદેપુર તરફ થી આવતી બસ માં વડોદરા તરફ જવું પડે છે છોટાઉદેપુર તરફ થી આવતી બસ માં બેસવાની જગ્યા ના હોવાથી ઘેટાં બકરા ની જેમાં ઉભા ઉભા મુસાફરી કરવાનો વારો આવે છે બે બસ ના મુસાફરો ને એક બસ માં મુસાફરી કરવાની પરીસ્થિતિ સર્જાતા બસ માં ભીડ થવાંથી મુસાફરો અને વિદ્યાર્થી ઓ ને હાલાકી નો સામનો કરવો પડતા બોડેલી માં વિદ્યાર્થીઓ એ એસ ટી ડેપો માં બસ રોકી હતી. એસ ટી ડેપો ના વહીવટી તંત્ર દ્વારા મોટી બસ ની વ્યવસ્થા કરતા બસ વડોદરા તરફ રવાના થઇ હતી વિદ્યાર્થી ઓ માં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.બોડેલી થી વડોદરા ની સવાર ના ૭ વાગ્યાં ના સમય માં વધુ એક બસ શરૂ કરવામાં આવે તેમ વિદ્યાર્થીઓ ઓ અને મુસાફરો નો માંગ ઉઠવા પામી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here