બોડેલી ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તાલુકાની આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનોનાં પડતર પ્રશ્નોને લઈ બેઠકનું આયોજન થયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ગત તારીખ ૯/૩/૨૦૨૨ ના રોજ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, ફેસીલેટર એસ.ટી તેમજ વિદ્યુત જેવા (૧૫૮) જોડાયેલા યુનિયનો ના પડતર પ્રશ્નો બાબતે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ તે પ્રશ્નો માટે વાટાઘાટો કરી પણ આજ દિન સુધી તેનો કોઈ ઉકેલ ન આવતા સંઘ સાથે જોડાયેલા તમામ (૧૫૮) યુનિયનના કર્મચારીઓના પદાધિકારીઓની અમદાવાદ ખાતે તારીખ ૨/૯/૨૦૨૨ ના રોજ મળેલ મીટીંગ માં આગામી તારીખ ૧૨/૯/૨૦૨૨ અને ૧૯/૯/૨૦૨૨ ના રોજ રાજ્યના તમામ જિલ્લા કક્ષાએ કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં ભેગા મળી પહોંચી પોતાના પ્રશ્નો બાબતે કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપશે તેમ નિર્ણય લેવાતા સમગ્ર રાજ્ય અને કેન્દ્રમાં એક નંબરના શ્રમ અને સંગઠન તરીકે કાર્યરત એવા ભારતીય મજદૂર સંઘ દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સ્વામિનારાયણ મંદિર ના વિશાળ હોલમાં તાલુકાની આંગણવાડી બહેનો તથા આશા વર્કર બહેનોની એક બેઠક ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અરવિંદસિંહ પરમાર પ્રદેશ મહિલા મંત્રી નીરૂબેન જોશી પંચમહાલ જિલ્લા આંગણવાડી યુનિયનના પ્રમુખ જ્યોતિકાબેન જાદવ તેમજ વડોદરા જિલ્લા મધ્યાન ભોજન યુનિયનના પ્રમુખ સીમાબેન ભટ્ટ ની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં ઉપસ્થિત હોદ્દેદારોએ હાજર રહેલ આંગણવાડી તથા આશાવર્કર બહેનોને તારીખ ૧૨/૯/૨૦૨૨ ના રોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચી પોતાની માંગણીઓ ની રજૂઆત સાથે નું આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા અપીલ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડી તેમજ આશા વકૅર બહેનોએ સુત્રોચ્ચાર કરી અપીલને આવકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here