બોડેલી અલીપુરા ચાર રસ્તા પર માસ્ક ન પહેરેલ વાહનચાલકોને પોલીસ દ્વારા 1000 રૂપિયાનો દંડ ફટકારતા નગરજનોમાં ફફડાટ…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

તારીખ 6 જાન્યુઆરી અને ગુરુવારના રોજ બોડેલી અલીપુરા ચાર રસ્તા ઉપર માસ્ક ન પહેરેલ વાહનચાલકોને બોડેલી પોલીસ દ્વારા 1000 રૂપિયા નો દંડ ફટકારતા બોડેલી નગરમાં ફફડાટ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પી.એસ.આઇ એ એસ સરવૈયા સાહેબ તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા કર્મીઓનો સાથે રહીને અલીપુરા ચાર રસ્તા ઉપર માસ્ક ચેકિંગ દરમિયાન જે વાહન ચાલક માસ્ક ન પહેલું હોય તેને 1000 રૂપિયાની દંડની પહોંચ આપવામાં આવી હતી બોડેલી. પી એસ આઇ દ્વારા હમણાં બે-ત્રણ દિવસ પહેલા બોડેલી પોલીસ સાથે રહીને નગરજનોમાં માસ્ક ફરજિયાત પહેરવાની સુચનાઓ પણ આપવામાં આવી હતી અને બોડેલી પોલીસ દ્વારા અલીપુરા ઢોકલીયા ચાર રસ્તા ઉપર માસ્ક વિતરણ કરવામાં પણ આવ્યું હતું ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં કોરોના કેસ આવતા પોલીસ સક્રીય થઇ હતી અને ચાર રસ્તા ઉપર માસ્ક ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અલીપુરા ચાર રસ્તા ઉપર કેટલાક મોટરસાયકલ માસ્ક ન પહેરેલા જોવાતા પોલીસ તેમને રોકીને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો ત્યારે કેટલાક મોટરસાયકલ ચાલકોને મોબાઈલ થકી મેસેજ મળતા અલીપુરા ચાર રસ્તે જવાનું ટાળ્યું હતું અને કેટલાક લોકો પોલીસને હાથે ચડ્યા હતા જ્યારે એક હજાર માસ્ક નો રૂપિયાનો દંડ ફટકારતા બોડેલી નગર ફફડાટ પડી ગયો હતો કલમ ની સરકાર ન્યૂઝ બોડેલી દ્વારા જાહેર જનતા ને નમ્ર અપીલ કોરોના ના કેસ વધતા જતા આપણી સલામતી માટે માસ્ક ફરજિયાત પહેરીને રહો એવી અમારી નમ્ર અપીલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here