બોડેલી : અલીપુરામાં આવેલ સાઈ દર્શન સોસાયટીમાં ચોરોનો ત્રાસ… બંધ મકાનને ટાર્ગેટ કરી આશરે ૯૧’૦૦૦ હજાર રૂપીયાના દાગીના સહિત રોકડા રૂપિયાનો હાથસફયો…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

અલીપુરા માં આવેલી જાંબુઘોડા રોડ ઉપર સાઈ દર્શન સોસાયટી માં ચોરો રાતનો સમય ત્રણ બંધ મકાનમાં ટાર્ગેટ કરી ચોરોએ એક મકાનમાંથી આશરે ૯૧’૦૦૦ હજારના રૂપીયા નુ ચાંદી સોનુ તેમજ રોકડા રૂપિયા ની ચોરી કરેલી છે માહિતી મુજબ જાંબુઘોડા રોડ પર આવેલ સાઈ દર્શન સોસાયટી માં રાતના સમય કોઈ ચોરોએ 3 મકાનના તાળા તોડયા હતા એમાં બે મકાનમાં કાંઈ મળી આવ્યું ન હતું અને એક મકાનમાં રહેતા ફરિયાદીએ રોહિત દેવેન્દ્રભાઈ રામાભાઇ એ જણાવ્યું હતું કે ૧૭ /૧૦ ના રોજ મારા મધર વડોદરા એડમિટ દવાખાનામાં કર્યા હતા ત્યાં હતાં અને રાત્રે અમારા ઘરમાં ચોરી થઈ હતી તમને સવારે જાણ થઈ ત્યારે અમે બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી દેવેન્દ્રભાઈ જણાવ્યું હતું કે સોનાની ચેન 10000 રૂપિયા રોકડા અને નાના છોકરાના ચાંદીના કડલા આશરે કિંમત 2000 અને સોનાનું પેન્ડલ કિંમત ૩૭,૦૦૦ અને ત્રણ તિજોરી તોડી નાખી હતી વધુ જાણવા મળ્યું છે કે એમના મમ્મી દવાખાનામાં હોવાથી વધારે શું થયું તે ભાનમાં આવ્યા પછી ખબર પડશે હજુ સુધી એમની મમ્મી ને જાણ કરી નથી કે આપણા ઘરમાં ચોરી થઈ છે દેવેન્દ્ર ભાઈ ના મમ્મી બોડેલી હોસ્પિટલમાં એડમિટ છે. બોડેલી પોલીસ સ્ટેશનના PSI શ્રી સરવૈયા સાહેબ અને ASI ભરતભાઈ એચ રાઠવા સાહેબ ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here