બોડેલીની ઓરસંગ નદીમાં કેટલીય લીજની હદ બહાર કરાતું વ્યાપક રેતી ખનન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સરકારના નિયમોનો ભંગ કરી પોતાના હદ વિસ્તારને છોડીને અન્ય જગ્યાએ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા હોવાનું ચર્ચા રહ્યું છે લીઝ માલિકો ની હદ નિશાનની માપણી થાય તે ખૂબ જરૂરી
બોડેલી તાલુકા માંથી પસાર થનાર નદીના પટમાં અનેક રેતીની લિજો આવેલી છે પરંતુ આ લીજ માલિકોના હદ માં જોઈએ તેવા પ્રમાણમાં રેતી ના હોવાથી કેટલાક માલિકોએ પોતાના હદ નિશાન બહારથી આડેધડ રેતી ખનન કરવાનું શરૂ કરી દીધું છે
આ કારણે થોડાક દિવસ પહેલા બોડેલી નો એક યુવાન ઊંડા ખાડામાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. મોટાભાગના રેતીના લીઝ માલિકોએ પોતાની હદમાં થી જવાબદાર અધિકારીઓના છુપા આશીર્વાદ મળી રહ્યા હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે નિયમો માંથી પણ વધુ ઊંડા ખાડા ખોદી રેતી કાઢી લેતા હવે આ જગ્યા એથી માટી અને કાંકરા નીકળી રહ્યા છે ત્યારે હવે આવા લીઝ માલિકોએ સરકારના નિયમોનો ભંગ કરી પોતાના હદ વિસ્તારને છોડીને અન્ય જગ્યાએ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા હોવાનું ચર્ચા રહ્યું છે અને જેને લઈને બોડેલી તાલુકામાં આવેલા નદી કિનારા ના ગામો જમીન ધોવાણને લઈ ભારે ચિંતા જોવા મળી રહી છે
ઘણી જગ્યાએ તો કિનારા ના ભાગમાંથી ખોદકામ કરી રેતી કાઢવામાં આવી રહી હોવાનું પણ ચર્ચા રહ્યું છે વહેલી સવારે અને મોડી રાત્રે તો ઠીક પણ દિન દહાડે પણ મોટા પાયે રેતી ખનન થયું હોવા છતાં જવાબદાર તંત્ર પ્રવૃત્તિ સામે ચુપકી સેવી રહ્યા હોવાનું ચર્ચા રહ્યું છે
લીઝ માલિકો પોતાની હદ છોડી બહારથી બિન્દાસ રેતી ખનન કરતા હોવાની ચર્ચા છે જોકે આ ચાલાક લીજ માલિકો પોતાના લીઝના હાથ નિશાનને રાત્રિના સમયે મૂળ જગ્યાએથી ખસેડી પોતાના મન ફાવે તે સ્થળે ગોઠવી પોતાના હદ બહારથી ખોદકામ કરવાની ચાલાકી કરી રહ્યા છે ત્યારે લીઝ માલિકો ની હદ નિશાનની માપણી થાય તે ખૂબ જરૂરી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here