બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદના ઝાપડા તેમજ ભારેપવન ફૂંકાયો હતો ક્યાંક ઝાડ પડવાના પણ બનાવ બન્યા હતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માકણી પાસે રાજનગર જુથ ગ્રામ પંચાયત ના જુના કદવાલીયા ગામે રહેતા કંચન મોધજી બારીયા ઉમર વર્ષ 65 ને તેમના કાચા મકાનના પતરા ઉડવાથી કંચન ભાઈ ને ગંભીર ઇજા થતાં ત્યાંના ગામ લોકો દ્વારા બોડેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બોડેલી હોસ્પિટલના તબીબ હાજર કંચનભાઈ નેમૃત જાહેર કરેલ હતા આ સમગ્ર ઘટના લઈને બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને બોડેલી પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરી છે.