બોડેલીના મંજીપુરા CHC માં સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં 162 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી અલીપુરાના મંજીપુરા chc ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે 9થી બપોરે 1 કલાક દરમ્યાન યોજાયેલ સર્વ નિદાન કેમ્પમાં , સ્ત્રીરોગ, સામાન્ય રોગ, ટીંબી તાવ શરદી ખાંસી ચામડી રોગો સહિત નાના બાળકો માટે ના નિદાન માટે બાળકોના ડોક્ટર પણ ઉપસ્થિત હતા અને વગેરે રોગના અલગ અલગ દર્દીઓ આજે સવારે 9:00 વાગ્યાથી 1:00 વાગ્યા ના સમયમાં ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા અને જેમાં 162,કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો બોડેલી શહેર અને તાલુકામાંથી આશરે 162કરતા વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડોક્ટર ઉર્મિલાબેન રાઠવા તાલુકા હેલ્થ ઓફિસર, ડોક્ટર હુસેન ખત્રી સુપ્રીડેન્ટ chc બોડેલી, ડોક્ટર ભૂમિકા રાઠવા, ડોક્ટર જય વાઘેલા ડોક્ટર ગૌતમ ભાઈ ખાવડ ડોક્ટર મિતી પટેલ સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.બોડેલીના મંજીપુરા CHC માં સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં 162, કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here