બોડેલીના ચલામલી ગામે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વેણુગોપાલજીના સાનિધ્યમાં નિરોગી ભવ: શિબિરનું આયોજન કરાયુ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના ચલામલી ગામે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ઘ્વારા ભારતભરમાં અનેક સ્થાનો પર સ્વાસ્થ્ય અંગેની અનેક શિબિરો યોજી લોકોને નિરોગી રહે તે અંગેનું સચોટ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપનાર પ્રખ્યાત હેલ્થ પ્રમોટર બી કે વેણુગોપાલજીના સાનિધ્યમાં નિરોગી ભવ: શિબિરનું આયોજન બ્રહ્માકુમારીઝ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ચલામલી પંથકના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ,બહેનો અને વૃદ્ધોએ શિબિરનો લાભ મેળવ્યો હતો.રાજસ્થાન માઉન્ટ આબુથી પધારેલ હેલ્થ પ્રમોટર બી કે વેણુગોપાલજીનું ચલામલી બ્રહ્માકુમારીઝના સંચાલિકા બી કે સેજલબેને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.બી કે વેણુગોપાલજીએ નિરોગી ભવઃ શિબિરને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મનુષ્ય વૈભવી ચીઝ વસ્તુઓ પાછળ આંધળી દોટ મૂકી પોતાના શરીરના સ્વાસ્થ્યની કાળજી લેવાનું ચુકી જતા કેન્સર,હાર્ટએટેક,બીપી,ડાયાબિટીસ,નડી બ્લોકેજ જેવી અનેક સમસ્યાઓનો ભોગ બનવા પામ્યો છે.જેની પાછળ મુખ્ય કારણ છે રોજિંદા જીવનમાં સમતોલ આહાર,પૂરતી ઊંઘ અને શારીરિક કસરત,યોગ,મેડિટેશન ન અપનાવી જિંદગીને જોખમમાં મુકવા પાછળનું કારણ જવાબદાર છે.વર્તમાન સમયમાં આપણે આપણા શરીર,સ્વાસ્થ્ય માટે એક કલાક પણ ફાળવતા ન હોવાના કારણે આજે અનેક રોગો આપણા શરીર પર હાવી થતા અનેક ગોળીઓ ખાઈને જીવન ગુજારી રહ્યા છે.પહેલું સુખ તે જાતે નર્યા ના સૂત્રને વર્તમાન પેઢી જંક ફૂડ,ઠંડા પીણા,મોડે સુધી જાગવું,મોડું ઊઠવું જેવા અનેક પરિબળો રોગોનું અકાળે કારણ બન્યા છે.આ તમામ પરિબળોમાંથી છૂટવા માટે ધાર્મિક સંસ્થાઓ ઘ્વારા અનેક શિબિરો યોજી નિરોગી જીવન જીવવાની સાચી સમજ હેલ્થ પ્રમોટર ઘ્વારા આપવામાં આવતા અનેક લોકોના જીવન નિરોગી બન્યા છે.બી કે વેણુગોપાલજીએ પ્રોજેક્ટરના માધ્યમથી નિરોગી જીવન જીવવા અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આવેલ તમામ લોકોને આપી નિરોગી ભવઃ ના આશીર્વાદ આપ્યા હતા.આવેલ તમામ લોકોએ બી કે વેણુગોપાલજીનો નિરોગી જીવન જીવવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here