બોડેલીથી ડભોઈ વચ્ચેના વિસ્તારમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનો વાતાવરણ છવાયો…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજે સવારથી બોડેલી થી ડભોઈ માર્ગ ઉપર છુછાપુરા ગામડી તેમજ સીમરીયા ગોપાલપુરા માર્ગો પર ધુમ્મસ જમાવટ કરતાં ધુમ્મસ એક વાદળના જેમ છવાઈ ગયું હતું હમણાં થોડા દિવસ પહેલા 17 18 19 તારીખ ની રોજ વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ક્યાંક ડભોઇ પંથક અને બોડેલી મા વરસાદનો નજારો જોવા મળ્યો હતો ક્યારે શું થાય વાતાવરણમાં ચોક્કસ કઈ શકાતુ નથી આજે પણ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો બોડેલી થી ડભોઈ વચ્ચે ગામડી તેમજ ગોપાલપુરા મેન ડભોઇ રોડ ઉપર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું ગાઢ ધુમ્મસ સર્જાતા 10 ફૂટની અંતરે પણ કાંઈ પણ જોવાનું નહોતું ત્યારે વાહન ચાલકો પોતાની સેફટી થી વાહક ચલાવતા જોવા મળ્યા હતા દુર્ઘટનાના થાય તે માટે વાહનચાલકો વાહની હેડ લાઇટ તેમજ સાઈડ લાઈટ ઇન્ડિકેટર ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવતા જોવા મળ્યા હતા આ ધુમ્મસ સવારના દસ વાગ્યા સુધી જોવા મળ્યું હતું ધીરે-ધીરે સૂર્ય ઉદય થતા ધુમ્મસ ઓછું જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here