પાવી જેતપુરના શિહોદ ગામ પાસે લક્ઝરી બસે કારને અડફેટે લીધી

પાવીજેતપુર,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

પાવી જેતપુરના શિહોદ પાસે શુક્રવારે બપોરના સમયે માંતેલા સાંઢની જેમ આવતી એક લક્ઝરી બસે સ્કોર્પિઓ ગાડીને પાછળથી અડફેટે લેતા સ્કોર્પિયો ગાડીના પાછળના ભાગે નુકસાન થયું છે . પરંતુ કોઈ જાનહાનિ ન થતાં હાશકારો થયો છે . છોટાઉદેપુર – વડોદરા વચ્ચે ગેરકાયદે લક્ઝરી બેરોકટોક ચાલી રહી છે . એસટી તંત્રની આંખ નીચે ગેરકાયદે અને સમાંતર લક્ઝરી બસો ચાલી રહી છે . આ લક્ઝરી બસો એસ.ટી તંત્રને હંફાવી રહ્યું છે અને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ મૂક પ્રેક્ષક બનીને આ બધુ ચાલવા દે છે .
જેનો ભોગ પ્રજા બની રહી છે . આ લક્ઝરી બસ બેફામ ચાલે છે અને રસ્તા પર જાણે ખુલ્લા મેદાનમાં બસ ચલાવતા હોય તેમ બસને બેફામ રીતે ચલાવે છે . જેને લઈને કેટલીક વાર અકસ્માત પણ થાય છે . આ બસના સંચાલકો સરકારી તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે અને વહીવટી તંત્ર નીંદ્રાધીન જોવા મળી રહ્યું છે . આવો જ અકસ્માત આજે માંતેલા સાંઢની જેમ આવતી લક્ઝરીએ કર્યો છે . બનાવની વિગતમાં છોટાઉદેપુરથી વડોદરા વચ્ચે ચાલતી ક્રિશ્ના લખેલી લક્ઝરી શુક્રવારે બપોરના 12 વાગ્યાના અરસામાં વદોડરાથી પરત આવતી વખતે શિહોદ પાસે વળાંક ઉપર બેફામ રીતે ચાલતી હતી . ત્યારે બસની આગળ ચાલતી સ્કોર્પિયો ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી . બસની ટક્કરે સ્કોર્પિયો ગાડી રસ્તા પર લહેરાઈને ઘસડાઈ ગઈ હતી . જેને લીધે સ્કોર્પિયો ગાડીના ડ્રાઈવરનો કાબૂ ન રહેતા સ્કોર્પિઓ રોડની બાજુમાં ઉતરી જવાની તૈયારીમાં જ હતી અને ડ્રાઇવરે કાબૂ કરી લેતા રોડની બાજુમાં જ ઝાડને અડીને રોકાઈ ગઈ હતી . આ અસ્કમાતને પગલે સ્કોર્પિયો ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને પાછળના ભાગે નુકસાન થયું હતું . જ્યારે લક્ઝરીને આગળનો મોટો કાચ તૂટી મહત્વની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here