પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો જેલ માથી છુટકારો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઇસ્લામાબાદ હાઈ કોર્ટ ઈમરાન ખાન સહીત તેની પત્નિની સજા સ્થગિત કરી

તોશાખાના કેસમાં જેલવાસ ભોગવતા ઇમરાન ખાન સહિત તેની પત્નીને હાઇકોર્ટ માંથી મળી મોટી રાહત

પાકિસ્તાન માં ભારે ચર્ચાસ્પદ તોશાખાના કેસમાં 14 વર્ષની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને મશહુર ક્રિકેટર ઈમરાનખાનને આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને ફટકારવામાં આવેલ 14 વર્ષની સજાને સ્થગિત કરી દીધી છે.

પાકિસ્તાન ની હાઇકોર્ટના આદેશને કારણે ઈમરાન ખાન સજામાંથી તો બચી ગયો છે, પરંતુ તે અને તેની પત્ની બુશરા આગામી 10 વર્ષ સુધી કોઈ પણ જાહેર પદ પર રહી શકશે નહીં.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે સોમવારે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને આપવામાં આવેલી 14 વર્ષની સજાને સ્થગિત કરી દીધી છે.

સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાનની નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો કોર્ટે ઇમરાન ખાન અને તેની પત્ની બંનેને આ સજા સંભળાવી હતી. માત્ર એક દિવસ પછી, બંનેને લગ્ન સંબંધિત કેસમાં અલગથી સાત વર્ષની વધારાની કેદની સજા પણ ફટકારવામાં આવી હતી.

અગાઉ, સત્તાવાર રહસ્યોને લગતા પાકિસ્તાનના અધિનિયમ હેઠળ સ્થપાયેલી વિશેષ અદાલતે પણ ઇમરાન ખાન અને તેમની સરકારના તત્કાલિન વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને સરકારના રહસ્યોના ઉલ્લંઘન બદલ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારપછી, ડિસેમ્બરમાં, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો જેને ટુંકમાં NABએ કહે છે તે કોર્ટે સાઉદી ક્રાઉન પ્રિન્સ પાસેથી મળેલા મૂલ્યવાન જ્વેલરી સેટ પોતાની પાસે રાખી મુકવા અંગે વિશેષ કોર્ટે સજા પણ સંભળાવી હતી
અત્રે ઉલ્લેખનીય છેકે પાકિસ્તાન નાં વડાપ્રધાન નું પદ ભોગવતા
ઈમરાન ખાન ને અને તેમની પત્નીને 108 ભેટ મળી હતી. જે દેશના નિયમ અનુસાર પાકિસ્તાનના સરકારી ખજાના મા જમા કરાવવાની થાય જે જમા કરાવવાની નહોતી.

ઈસ્લામાબાદની નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોએ ઈમરાન અને તેની પત્ની બુશરાબીબીને દોષિત ઠેરવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પીએમ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ઈમરાનખાન અને તેમની પત્નીએ વિવિધ રાજ્યના વડાઓ અને વિદેશી મહાનુભાવો પાસેથી 108 ભેટો મેળવી હતી. કોર્ટના ચુકાદા અનુસાર, ઈમરાન ખાન અને તેની પત્ની 10 વર્ષ સુધી કોઈ જાહેર પદ પર રહી શકશે નહીં અને બંનેને 787 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ અલગથી ચૂકવવો પડશે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે કે સજા સામેની અપીલ પર સુનાવણી ઈદની રજાઓ પછી નક્કી કરવામાં આવશે નું પણ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here