પંચાયતી રાજનો એક અદભુત ઇતિહાસ… જ્યારથી પંચાયતી રાજ આવ્યું છે ત્યારથી સમરસ રહેલું ગામ એટલે ભલગામડા ગામ…!

લીમડી, આરીફ દિવાન (મોરબી) :-

આઝાદી બાદ ૧૯૬૩થી એટલે કે પંચાયતીરાજ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી લીંબડી તાલુકામાં આવેલું ભલગામડા ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા એકતાના પ્રતીક વર્ષોથી સતત સમરસ ગ્રામ પંચાયત રહી છે ત્યારે આજના આધુનિક યુગમાં પણ ગળાકાપ હરીફાઈ વ્યવસાયમાં રહેતી હોય તેવા સમયે એકતાના પ્રતીક સમરસ ગ્રામ પંચાયત નું સ્થાન આજે પણ આધુનિક યુગમાં જાળવી રાખતું લીંબડી તાલુકા નું ભલગામડા જે અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે પ્રેરણારૂપ બન્યું છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી સમગ્ર ગ્રામજનો દ્વારા નક્કી કરેલા વ્યક્તિ ઓજ ચૂંટણીનાં ફોર્મ ભરી બિનહરીફ સરસ ચૂંટણી થાય છે એજ ભલગામડા ની એકતા નું દ્રશ્ય વિકાસ ની દ્રષ્ટિએ સમસ્યા મુક્ત બની હોય તેમ વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે ઓનલાઈન સિસ્ટમ ફોર્મ ભરી આપવામાં આવે છે સો ટકા શૌચાલય અને ૯૦ ટકા જેટલી આશરે ભૂગર્ભ ગટરની લાઈન નાખીને પ્રાથમિક સુવિધા માં પણ સફળતા નું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ સમગ્ર ગામ વિવિધ વિસ્તારમાં પેવર બ્લોક રોડ રસ્તા માર્ગ ને મજબૂત બનાવી ગ્રામ્ય વિસ્તારની એકતાની મજબૂતાઈ ની કડી ને મજબૂત કરી અન્ય ગ્રામ્ય વિસ્તાર ની માટે શીખ પાઠવે છે લીંબડીના આ ભલગામ માં ૭૦૦ થી વધુ ઘર આશરે આવેલા છે અને ૪.૨૭૫ ની વસ્તી ધરાવે છે જેમાં ૨.૧૦૦ જેવા મતદારો ની સંખ્યા રહી છે જે લીમડીના ભલગામ માં જાણે બધા નું ભલું થતું હોય એમ સર્વે ગ્રામજનો ની એકતા આઝાદી બાદ પણ આજે યથાવત રહી હોય તેમ અખબારોના સમાચાર બની છે ૧૯૬૩થી પંચાયતી રાજ બન્યું છે ત્યારથી ભલગામ ની મતદાર પ્રજા અને ગામજનો નો એકમાત્ર મત રહ્યો છે! જેના પરિણામે પ્રાથમિક સુવિધા સાથે સાથે શિક્ષણ મેડિકલ વગેરે સમસ્યા મુક્ત લોકો રહ્યા છે જેમાં 2021 ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત નવા સરપંચ સાથે નવી બોડી ની તસ્વીર માં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here