પંચમહાલ : 9 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કલા મહાકુંભ-2021નું આયોજન…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ 6 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે રાજ્યનાં સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના હેતુસર કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર કલાપ્રેમીઓ માટે કલા મહાકુંભ-2021નું આયોજન તા.09.01.2021થી 28.02.2022 દરમિયાન યોજાનાર છે. જે અંતર્ગત 4 વયજૂથમાં સાંસ્કૃતિક, સાહિત્ય તથા કલા વિભાગની વિવિધ ૩૦ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાગ લેવા માંગતા કલાકારોએ પોતાનું રજીસ્ટ્રેશન તા.11.12.2021 થી 06.01.2022 દરમિયાન કરવાનું રહેશે. જે માટેનાં અરજી ફોર્મ અત્રેની કચેરી ખાતેથી મેળવીને તા.06.01.2022 સુધી અત્રે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન ભાગ-૨, રૂમ નં-૩૫, પ્રથમ માળ, ગોધરા ખાતે પરત જમા કરવાનું રહેશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી રાજેશ પારગીનો મો-6353935657 પર સંપર્ક કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here