પંચમહાલ જીલ્લાના દામાવાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આપઘાત દુષપ્રેરણના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડતી દામાવાવ પોલીસ

દામાવવ, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા I/C પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.જે.રાઠોડ સાહેબ, તથા I/C સર્કલ પોલીસ ઇન્સ્પેકટશ્રી કે.એ.ચૌધરી સાહેબ નાઓએ આપઘાત દુષપ્રેરણના ગુન્હાના આરોપીને પકડવા આપેલ સુચના અને માર્ગદર્શન અને સુચનાઓ આપેલ,
જે અન્વયે દામાવાવ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૦૧૨૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૦૬,૫૦૭,૧૧૪
મુજબનો ગુન્હો તા.૨૧/૦૩/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ તે અનુસંધાને આરોપીઓને સત્વરે પકડવા માટે શ્રી એલ.જી.નકુમ પોલીસ સબ ઇન્સ્પેકટર દામાવાવ પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ જેથી ટીમ મારફતે સર્ચ ઓપરેશન હાથ ધરતા આરોપીઓના રહેણાંક ઘર તથા આવવા જવાના સંભવિત સ્થળોએ તપાસ કરતા આરોપી હરેન્દ્રભાઈ પ્રતાપભાઇ હરીજન રહે.ચાઠા કારેલી ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ. આમ આપઘાત દુષ્લેરણના ગુન્હાના આરોપીને પકડવાના ચક્રોગતિમાન કરી સત્વરે આરોપીને પકડવામાં દામાવાવ પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે.
શોધાયેલ ગુન્હાની વિગત
દામાવાવ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૦૧૨૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૦૬,૫૦૭,૧૧૪ મુજબ.
કામગીરી કરનાર :-
આ કામગીરી ઉપરી અધિકારીશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.જી.નકુમ દામાવાવ પોલીસ સ્ટેશન નાઓની સુચના હેઠળ અ.હે.કો પરેશકુમાર દેવકરણભાઈ તથા અ.હે.કો સુનિલકુમાર હેમાભાઈ તથા અ.હે.કો સંદિપકુમાર મોહનલાલ તથા અ.પો.કો નિતેષકુમાર રામસીંગભાઈ નાઓએ ટીમવાંથી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપી
હરેન્દ્રભાઇ પ્રતાપભાઇ હરીજન રહે.ચાઠા કારેલી, તા-ઘોઘંબા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here