પંચમહાલ જિલ્લામાં ૩૧ માર્ચ ૨૦૨૨ પહેલા ઈ શ્રમ પોર્ટલ પર નોધાયેલ હોય તેવા અને આ સમય પહેલા મૃત્યુ કે અપંગતા પામેલ વ્યકિતના પરિવારજનોને સહાય મેળવવા બાબત

ગોધરા, (પંચમહાલ) ઇશાસ્ક રાંટા :-

અરજદારો જરૂરી દસ્તાવેજ રજુ કરીને મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખ તથા આંશિક અપંગતાના કિસ્સામાં રૂ. ૧ લાખની સહાય મેળવી શકશે

ભારત સરકારશ્રીના શ્રમ મંત્રાલય,નવી દિલ્હી દ્વારા તા.૨૬
ઑગસ્ટ ૨૦૨૧ના રોજ નેશનલ ડેટાબેઝ ઓફ અનઓર્ગેનાઇઝેશન વર્કર્સ (NDUW) પ્રોજેકટ અંતર્ગત અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા માટે eshram.gov.in પોર્ટલને લોન્ચ કરાયું હતું.

સરકારશ્રી દ્વારા Mechanism to Provide ex-gratia payament to eligible e-Shram Registrants સંદર્ભે માર્ગદર્શીકા પણ જાહેર કરેલી છે.જે મુજબ તા.૩૧/૦૩/૨૦૨૨ પહેલા ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય અને નોંધણી કરાવ્યા બાદ તા.૩૧/૦૩/૨૦૨૨ પહેલા અકસ્માત થયેલ હોય અને તેમાં મૃત્યુ કે સંપુર્ણ આંશિક અપંગતાના કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીઓને કે તેમના વારસદારોને લાભ મળવાપાત્ર થાય છે. ક્લેઈમની પ્રક્રિયા એક્સ ગ્રેશીયા પ્રોડ્યુલ પોર્ટલ પર ઓનલાઈન કરવાની થાય છે, જે માટે મદદનીશ શ્રમ કમિશ્નરશ્રીની કચેરી અધિકૃત કરવામાં આવેલ છે.

સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર ઇ-શ્રમ એક્સ ગ્રેશીયા મોડ્યુલ અંતર્ગત ક્લેમના મોનીટરીંગ અને રિવ્યુ માટે દરેક જિલ્લાએ ડીસ્ટ્રીકટ લેવલ કમિટીની રચના માન.કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવેલી છે.પંચમહાલ જિલ્લામાં પણ આ કમિટીની રચના કરેલી છે.

પંચમહાલ જિલ્લાના અરજદારો ક્લેમ કરવા અંગે
તા. ૩૧/૦૩/૨૦૨૨ પહેલા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવેલ હોય અને આ સમય પહેલા અકસ્માત કે મૃત્યુ થયેલ હોય તો તેમના પરિવારજનોએ મૃત્યુના કેસમાં ક્લેમ કરવા આધાર નંબર, UAN કાર્ડ નંબર,મૃત્યુનું પ્રમાણપત્ર,મૃત્યુનું કારણ દર્શાવતું પ્રમાણપત્ર,Fir/પંચનામુ,પોસ્ટ મોર્ટમ રિપોર્ટ,જો ક્લેમ માઈનોર વ્યક્તિનો કરવાનો હોય તો કોર્ટ દ્વારા અપાયેલ ગાર્ડિયન અંગેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

જો સંપુર્ણ/આંશીક અપંગતા અંગે ક્લેમ કરવાનો હોય તો
આધાર નંબર,UAN CARD નંબર,હોસ્પિટલનો રેકર્ડ, અસ્માતને કારણે વિકલાંગતા સર્ટિફીકેટ,વિગેરે.અધિકૃત કર્મચારી દ્વારા અપાયેલ અપંગતા પ્રમાણપત્ર,ભારત સરકારના વિભાગ દ્વારા અપાયેલ યુનિક ડિસેબીલીટી આઈડેન્ટીટી કાર્ડ રજૂ કરવાના રહેશે.આ અંગે વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,ગોધરા ખાતે હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકશે. અરજદારને મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખની સહાય તથા આંશિક અપંગતાના કિસ્સામાં રૂ. ૧ લાખની સહાય મળવાપાત્ર થાય છે તેમ અધિક ચીટનીશ ટુ કલેકટર પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here