પંચમહાલ જિલ્લામાં પાંચ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ સૌનો વિકાસના ઉજવણી અંતર્ગત વિવિધ લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લાર કલેકટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, પૂર્વ તૈયારીઓની સમીક્ષા હાથ ધરી માર્ગદર્શન આપ્યું

પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૧ થી ૯ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્વતૈયારીઓ અને આયોજનની સમીક્ષા અર્થે આજે જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને અમલીકરણ અધિકારીઓની બેઠક જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે યોજાઈ હતી.
‘પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના’ ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમોની તૈયારીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવતા કલેક્ટરશ્રીએ આયોજન કોવિડ-19 પ્રોટોકોલના પાલન સાથે થાય તે અંગે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો-લાભાર્થીઓની બેઠક વ્યવસ્થા-ડાયસ પ્લાન, સોશિયલ ડિસન્ટન્સિંગનું પાલન, લાભોનું વિતરણ સહિતની બાબતોના ક્ષતિરહિત આયોજન અંગે કલેક્ટરશ્રીએ નિર્દેશ આપ્યા હતા. રાજ્યના તમામ જિલ્લાઓ ઓનલાઈન માધ્યમથી રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમ સાથે જોડાવાના હોવાથી નેટ ક્નેક્ટિવિટી સતત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પણ જિલ્લા સમાહર્તાશ્રીએ જણાવ્યું હતું.
કાર્યક્રમોની વિગતો જોઈએ તો, તા.૧લી ઓગસ્ટના દિનને ‘જ્ઞાનશક્તિ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવશે. તા. ૦૨ ઓગસ્ટના દિનને ‘સંવેદના દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લાના નાગરિકોને વિવિધ સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ તેમને મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૩ ઓગસ્ટને ‘અન્નોત્સવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી રાજયમાં યોજનાર વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે. તા.૪થી ઓગસ્ટના દિનને ‘નારી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે જિલ્લાયની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ‘‘નારી ગૌરવ દિવસ’’ નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાશે. તા.૫ મી ઓગસ્ટના દિનને ‘કિસાન સન્માન દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે સમગ્ર જિલ્લામમાં નક્કી થયેલા સ્થળો ખાતે કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જિલ્લાતના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રોજગાર મેળાઓ સહિતના વિવિધ કાર્યક્રમો થકી તા.૦૬ ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ ના અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યકમો યોજાશે. તા.૦૭મી ઓગસ્ટે ‘વિકાસ દિવસ’ અંતર્ગત જિલ્લામમાં ચાલી રહેલી અવિરત વિકાસની પ્રક્રિયાને વધુ તીવ્ર ગતિથી આગળ લઇ જવાશે. તા.૦૮મી ઓગસ્ટે ‘શહેરી જન સુખાકારી દિન’ અંતર્ગત શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ પ્રસંગે નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એમ.ડી.ચૂડાસમા, પ્રાયોજના વહીવટદારશ્રી એસ.કે.રાઠોડ, પ્રાંત અધિકારી ગોધરા સુશ્રી એન.બી.રાજપૂત, પ્રાંત અધિકારી શહેરા શ્રી જયકુમાર બારોટ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here