પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા જોટવડ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનો બહિષ્કાર…

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી (બોડેલી) :-

ગતરોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા જોટવડ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવેલ છે જે અધિકારી હાજર રહેવા જોઈએ તે અધિકારીઓ હાજર રહી ચૂક્યા નહીં અને બે દિવસ અગાઉ ચાર્જ લેનાર તલાટી મંત્રી સરકારી દફતર લીધા વગર ગ્રામસભામાં હાજર રહ્યા હતા ગ્રામસભા ના ઠરાવ ફૂલ સાઇઝના ચોપડો માં ગ્રામજનોના ઠરાવો લખતા હતા પરંતુ હાજર રહેલા ભાઈઓ તેમજ સભ્યો સભ્ય શ્રી રમેશભાઈ તેમજ ગામના બચુભાઈ બિ અર્જુનભાઈ. એન વિક્રમભાઈ ડી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામના વડીલો તેઓએ તલાટી ક્રમ મંત્રી સાહેબને જણાવવામાં આવ્યું કે સરકારી દફતર ના ઠરાવ બુકમાં જે ઠરાવ થાય તે લખો એમ કહેતા સાદા ચોપડામાં લખવા માં આવતું હોવાથી ગામ સભા મોફુક રાખવામાં આવી હતી, અને તમામ અધિકારીઓ જેવા કે તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી આરોગ્ય ખાતાના અધિકારી શિક્ષણ ખાતાના અધિકારી સિંચાઈ ખાતાના અધિકારી આ તમામને જાણ કરી નવેસરથી પંચાયતનો એજન્ટો જાહેર કરી ને તાત્કાલિક ધોરણે ગ્રામસભા બોલાવવાની તલાટી ક્રમ મંત્રીને જાણ કરવામાં આવેલ છે અને હાલમાં ગાંધી જયંતી ને દિવસે જ ચોટલો ગ્રામ પંચાયત બહિષ્કાર કરવામાં આવેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here