પંચમહાલ : કાલોલ તાલુકા હિન્દુ યુવા વાહીની દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના હિન્દુ યુવા વાહીની દ્વારા સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મનું અપમાન કરનાર તથા હિન્દુ આંતકવાદના ખોટા ન્યૂઝ વેબ ન્યૂઝ પર લખનાર સામે કડક કાર્યવાહી કરવા બાબત કાલોલ મામલતદાર પી એમ જાદવને આવેદનપત્ર આપવામાં આવ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ તા.૦૧/૦૬/૨૦૨૦ના રોજ રાત્રે ૧૧ કલાકે અમદાવાદમાં રહેતા કૌશિક પરમારે ફેસબૂક માં ૪ અલગ અલગ પોસ્ટ કરી હતી,જેમાં હિન્દું ધર્મનું અપમાન કરવામાં આવ્યું હતું. એની એક પોસ્ટ માં લખ્યું હતું કે “હિન્દુ ધર્મ નથી અધર્મ છે.” હિંદુ ધર્મ ને મુરદાબાદ બોલીને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચાડ્યું છે.આવા અસામાજિક તત્ત્વો બધા ધર્મનું વારંવાર અપમાન કરતા રહે છે અને આપણા સમાજ ,રાષ્ટ્ર માં આંતક ફેલાવવાનો પ્રયાસ કરે છે અને આ કૌશિક પરમારને રોકવા છતાં તે
કહે છે કે હું વારંવાર ફેસબુક પર અપમાન કરીશ જ તેવું કહેતો હતો.તેના પરથી આ વ્યક્તિને કાયદા કાનૂન નો કોઈ પણ પ્રકારનો ભય નથી તેવું લાગે છે.તેથી અમદાવાદનાં કૌશિક પરમાર કે જે હિંદુ ધર્મનો દુષપ્રચાર કરીને આંતકવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે તાત્કાલીક કાયદેસર કાર્યવાહી કરવા આજ રોજ લેખિતમાં પંચમહાલના કાલોલ હિન્દૂ યુવા વાહીની ના યુવાનો અને અધ્યક્ષ મુકેશગીરી ગોસ્વામી દ્વારા કાલોલ મામલતદાર ની એમ જાદવ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here