પંચમહાલ : અધિક જિલ્લા કલેક્ટરશ્રી અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આગામી વિધાનસભા ચૂંટણી કામગીરીની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા

પંચમહાલ અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતી નેહા ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદન ગોધરા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામા આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં નિયુક્ત નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં મતદાન જાગૃતિના કાર્યકમો પણ વિશેષ સંખ્યામાં યોજવા સૂચના આપી હતી. ઉપરાંત ચૂંટ્ણી સંદર્ભે અનુભવી અધિકારીઓને સાથે રાખી તમામ કામગીરીનું સુચારૂ આયોજન થાય તથા યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે મુજબ વિગતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે દરેક નોડલ ઓફિસરશ્રીઓ પોતાની કામગીરી શરૂ કરતા પહેલા ભારત સરકારના ચૂંટણીપંચની ગાઈડ લાઈનને અનુસરે જેથી કોઈપણ પ્રકારની વિસંગતતા રહી ન જાય.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ નોડલ અધિકારીઓને વિભાગવાર કામગીરીની વહેંચણી મુજબ જે તે નોડલ અધિકારીની જવાબદારી હેઠળ આવતી કામગીરી અંગે અત્યારથી વિગતે અભ્યાસ કરી, જાણકારી મેળવી સંલગ્ન તૈયારીઓ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં પોસ્ટલ બેલેટ, વાહનોની જરૂરિયાત, આચાર સંહિતા, મેન પાવર, ટ્રેનીંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ નિયંત્રણ, મીડિયા મેનેજમેન્ટ, સ્વીપ, SMS મોનીટરીંગ, કાયદો વ્યવસ્થા સ્ટાફ વેલફેર, માઈગ્રેશન વોટર્સ, દિવ્યાંગ મતદારો, ચૂંટણી નિરિક્ષક, સોશ્યલ મીડિયા વગેરે તમામ નોડલ ઓફિસરોએ કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ/નોડલ ઓફિસર હાજર રહા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here