નાંદોદ તાલુકાના નિકોલી ગામે કેળના ખેતરમા તીન પત્તી પાનાનો જુગાર રમતા રમતા ચાર ખાનદાની નબીરાઓ ઝડપાયા,ઍક ફરાર…

નાંદોદ, (છોટાઉદેપુર) આશિક પઠાણ :-

ઝડપાયેલા જુગારીઓ પાસેથી 66100 નો મુદ્દામાલ જપ્ત

નર્મદા જીલ્લા માં ગેરકાયદેસર પ્રવુતિઓ ને અંકુશ માં લાવવા ની સુચના વડોદરા રેન્જ આઇજી એમ. એસ. ભરાડા સહિત જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમબે જીલ્લા ના તમામ પોલીસ મથકો માં આપેલ હોય ને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે જે અંતર્ગત આમલેથા પોલીસ મથક ના તાબા હેઠળ ના નીકોલી ગામ ખાતે ના ઍક કેળ ના ખેતર મા જુગાર રમતા ચાર ખાનદાન નબીરાઓ ને ઝડપી પાડયા હતા જ્યારે એક ફરાર થયો હતો.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસ મથક ના તાબા હેઠળ ના નાંદોદ તાલુકાના નિકોળી ગામ ખાતે ના રાજેશભાઈ બાબુભાઈ પટેલ ના કેળ નાં ખેતર માં જુગાર ની ગેરકાયદેસર પ્રવુત્તિ ચાલતી હોવાની બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. આઇ. શૈખ સહિત એ એસ આઇ બાબુભાઈ બચુભાઈ, મનોજ વિઠ્ઠલ, રાકેશ વસંતભાઈ, ગણપત માનાભાઈ, લક્ષ્મણ મોડભાઈ નાઓ ને બાતમી મળતાં રેડ કરી હતી જેમાં તીન પત્તી જુગાર ની જુગાર રમતા 1) ઉમેશ મહેશભાઈ પટેલ રહે. નીકોલી 2) યોગેશ ઘનશ્યામ પટેલ રહે. શિસોદ્રા 3) રોહિત જગદીશ પટેલ રહે નીકોલી 4) યોગેશ મહેન્દ્ર પટેલ રહે. સિસોદ્રા ને રૂપિયા 66100 નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા, જ્યારે રંકીત રમેશભાઈ પટેલ રહે નાવરા નો ફરાર થઇ ગયો હતો જેથી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલ તમામ જુગારીઓ સામે જુગાર ધારા ની કલમ 12 મુજબ ની ગુનો દાખલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here