નસવાડી : લિંડા મોડેલ સ્કૂલ ખાતે 8 વોર્ડનને તાત્કાલિક છુટા કરવાના વિરોધમાં સ્કૂલને તાળાબંધી કરવાની ચીમકી…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગુજરાત રાજ્યના મોડેલ સ્કૂલના ડાયરેક્ટરે લીધી સ્કૂલની મુલાકાત

નસવાડી તાલુકાની મોડેલ સ્કૂલમાં કેટલાક દિવસ થી વિવાદમાં ચાલી રહી છે જે ઇયળ વાળા જંતુ વાળા ભોજન ને લઈ છોકરીઓ એ હોબાળો મચાવ્યો હતો અને એ વિરોધ ના કારણે પ્રાયોજના વહીવટ દ્વારા તાત્કાલિક 8 વોર્ડનો ને છુટા કરી દેવામાં આવ્યા હતા એ 8 વોર્ડન ને છુટા કરી દીધા તેના વિરોધ મા 1000 જેટલી ત્યાં અભ્યાસ કરતી છોકરીઓ અને છોકરાઓ ગેટ કુદી ને વિરોધ પ્રદર્શન માટે રોડ પર ઉતરી આવ્યા હતા અને આ દ્રશ્ય જોઈ ત્યાંનો શિક્ષક ગણ રોડ પર છોકરાઓને સમજાવવા માટે દોડી આવ્યા હતા અને આ ધમાચકડી ના પડઘા ઉપર સુધી પડતા ગુજરાત રાજ્યના મોડેલ સ્કૂલ ના ડાયરેક્ટર લિન્ડા મોડેલ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા
નસવાડી તાલુકાના લિન્ડા ગામે ભાજપ ના નેતાઓ મોડેલ સ્કૂલના ડાયરેક્ટર ને વોર્ડનોને છુટા કરવાના વિરોધમાં રજુઆત કરી હતી અને ડાયરેક્ટરે 8 દિવસ મા ગૃહ માતાઓને નોકરીઓમાં પરત નહીં લેવામાં આવે તો મોડેલ સ્કૂલને ભાજપ અને આદિવાસી સમાજ ના નેતાઓએ સંકુલ ને તાળા મારી દેવાની ચીમકી આપવામાં આવી હતી
ભાજપ ના નેતાઓ અને આદિવાસી આગેવાનોએ મોડેલ સ્કૂલ ના વોર્ડનો ને છુટા કરી દેવાના વિરોધમાં નારે બાજી કરવામાં હતી આ મુદ્દે ભાજપ ના તાલુકા પ્રમુખ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ આદિવાસી વિભાગ તેમજ આદિવાસી સમાજ ભેગા મળી લિન્ડા ની શાળા મુલાકાતે આવ્યા મોડેલ સ્કૂલના ડાયરેક્ટરને આક્રમક રજૂઆતો કરી હતી ભાજપ ના તાલુકા પ્રમુખે રજુઆત કરી હતી કે ભોજન ની ગુણવત્તા અંગે આચાર્ય અને ભોજનના ઈજારેદાર ની જવાબદારી હોય છે વોર્ડનની જવાબદારી ઓછી હોય છે અને વોર્ડનોએ 4 થી 5 વાર લેખિત માં રજૂઆતો કરી હતી તો પણ આચાર્ય એ ધ્યાન નથી આપ્યું ગુજરાત રાજ્યના મોડેલ સ્કૂલના ડાયરેક્ટરે 8 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here