નસવાડી : મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણી મેદાને…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પોતાના ગામના વિકાસ માટે લડી રહી છે ચૂંટણી

છોટાઉદેપુર જિલ્લામાં ચુંટણી નો માહોલ જામી રહ્યો છે ત્યારે અવનવી વાતો બહાર આવી રહી છે જાણવા મળ્યા અનુસાર મુંબઈ ની મોડેલ પોતાના વતન માં સરપંચના પદ માટે ચૂંટણી લડવાનો નીર્ધાર કરી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં સરપંચ પદ માટે ચાર મહિલાઓએ ઉમેદવારી કરી છે જેમાં કાવીઠા ગામ ની અને મુંબઈ ની મોડેલ એશ્રા પટેલે પણ સરપંચ પદ ની ઉમેદવારી નોંધાવી છે એશ્રા પટેલ વર્ષો થી મોડેલિંગ કરેછે અને સો કરતા વધારે ઉંચી બ્રાન્ડ ને પ્રમોટ કરી છે એશ્રા પટેલે પ્રોટ્સ પ્રોટીન એશિયન પેન્ટ્સ રેમન શુટિંગ અને શાહરૂખ ખાન સાથે અને લેકિંગ જેટવેઝ પીઝા પુમા અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટેમોડેલિંગ કરી છે એ શ્રા પટેલે ફિલ્મની ચમક દમક છોડીને ગ્રામીણ વિસ્તારમાં વિકાસ કરવા માટે પોતાના ગામમા સરપંચ પદ માં ઉમેદવારી નોંધાવી છે એશ્રા પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે ઉદાહરણ તરીકે ઘરમાં જે નબળો બાળક હોય છે ઘરના તેના પર વધારે ધ્યાન આપતા હોય છે અને એના વિકાસ માટે પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ છે એજ રીતે મારૂ આ ગામ છે એ ટ્રાયબલ એરિયામાં આવેલ છે જે વિકાસની દ્રષ્ટિએ બહુજ પાછળ છે અને ગામના લોકો બધા સક્ષમ છે પરંતુ આ ગામનો વિકાસ થતો નથી એટલે આ ગામની હું દીકરી છું એમના માટે હું કઈક કરૂ જે ગામના બાળકો છે એમને સારૂ શિક્ષણ મળે સારૂ ખાવાનું મળે અને મહત્વનો પ્રશ્ન રોજગારી નો છે આ બિચારા ભણે પણ રોજગારી ક્યાં મળે તો મારા એ પ્રયાસો રહેશે કે આ લોકોને રોજગારી મળે અને સાથે સાથે જે ઘરડા લોકો છે જે નિરાધાર છે જેમનો કોઈ આધાર નથી જે સરકાર લક્ષી યોજનાઓ છે એ એમને મળે અને જે બહારની ગ્લેમર દુનિયા હું જોઈ છે ત્યાં ઘણા લોકો મદદ કરવા વાળા છે તો એ લોકોના સહકાર થી એમાં મારાથી થાય એટલી મદદ હું અહીંયા સુધી પહોંચાડુ અને મે જોયુ છે કે અહીંયા બધા રાજનીતિ જ કરતા હોય છે કોઈ મોભા માટે તો કોઈ પૈસા બનાવવા માટે કરતા હોય છે એટલે મારો ચોખ્ખો ધ્યેય એજ છે કે હું આ લોકોની મદદ કરૂ મારે જેટલા પૈસા કમાવવા હતા જે મોભો મેળવવો હતો તે હું મેળવી ચુકી છુ હોવી ખાલી મારૂ કામ મારા ગામના વિકાસ માટે રહેશે એટલા માટે હુએ સરપંચ પદે ઉમેદવારી કરી છે એમ મુંબઈ ની મોડેલ એશ્રા પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here