નસવાડી પોલીસની પ્રસંશિય કામગીરી… પ્રજાને માસ્ક પહેરાવી કોરોનાથી બચવાની સમજણ આપી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પોલીસ પી સી આર માં માઈક દ્વારા એલાઉન્સ કરવામાં આવ્યુ સમજાવ્યા બાદ ના સમજ્યા તો દંડ થશે

નસવાડી નગરમાં આજે ફરી પોલીસ દ્વારા માસ્ક ફરજીયાત સોસીયલ ડિસ્ટન્ટ ની જાહેરાત કરવામાં આવીછે અને સાથે સાથે લોકોને માસ્ક પોલીસ દ્વારા પહેરાવવામાં આવ્યા અને કોરોના અને ઓમીક્રોન એ એક ભયંકર બીમારી છે તેનાથી બચવા માટે માસ્ક પહેરવું અને લોકો થી દુર રહેવું અને હવે સમજે નહીં તો દંડ વસુલવામાં આવશે અને કોરોના અને ઓમીક્રોન થી બચવા માટે પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવીછે અને જો માસ્ક વગર નીકળશે તો દંડ વસુલવામા આવશે અને અને સોસિયલડીસ્ટન્ટ ની પણ કાળજી લેવાની આજ રોજ જાહેરાત કરવામાં આવીછે હાલ જ બોડેલી તાલુકામાં બે કેશ પોઝીટીવ આવ્યા છે તો તમામ ગ્રામજનો અને આજુબાજુ થી આવતા દરેક વ્યક્તિઓને આ બાબતે સૂચિત કરવામાં આવ્યા છે અને સ્કૂલો માં પણ કડક પગલાં લેવામાં આવશે જ્યારે છોકરો સ્કૂલમાં સાથે બેસીને નાસ્તો કરતા હોય છે અને સાથે રમતા હોય છે તો સ્કૂલ મા પણ માસ્ક ફરજીયાત અને સોસિયલડીસ્ટન્ટ નું પાલન કરવું જોઈએ અને હવે દિન પ્રતિદિન કોરોના ના કેસો માં વધારો જોવા મળેછે તો આ બીમારીની કોઈ ચોક્કસ દવા હજુ આવી નથી તો આપણે એક નાગરિક તરીકે આપણી પોતાની ફરજ સમજી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાલવું જોઈએ અને સાવચેતી ના પગલાં આપણે લેવા જોઈએ પોલીસ કઈ ઘેર ઘેર માસ્ક પહેરાવવા નહીં આવે પણ આપણે બીમારી થી બચવા માટે આટલુ કરવુ જરૂરી છે.
જાહેરાત દરમિયાન લોક મુખે ચર્ચાઓ સાંભળવા મળી છે કે સરકારે આટલા મોટા મોટા પ્રોગ્રામો કર્યા હજારોની સંખ્યા માં મેદની એકઠી કરેછે ત્યારે કોરોના આવતો નથી અને જ્યારે ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ ચાલી ત્યારે કોરોના નથી આવ્યો હવે જ્યારે સરકાર પાસે કઈ કામ નથી તો હવે લોકો પાસે માસ્ક ના નામે દંડ વસુલવાની શરૂઆત કરવાની જાહેરાત કરી રહ્યા છે આમ નસવાડી નગર માં લોકો ના મુખે ચર્ચાઈ રહ્યું હતું એ બધું બરાબર છે પણ આપણે પોતે જેટલી કાળજી રાખીશું એટલો ફાયદો આપડો ને છે એટલે બીજી બધી વાતો ન કરતા સરકારની ગાઈડ લાઈન નું પાલન કરી સહકાર આપવો એ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here