નસવાડી તાલુકાના ચામેઠા દૂધ ઉત્પાદક મંડળી ખાતે જી.એસ.એફ.સી એગ્રોટેક લિમિટેડ દ્વારા ખેડૂતોને ખાતર વિશે સમજ આપી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

 

નસવાડી તાલુકાના ચામઠા ગામે જી.એસ.એફ.સી એગ્રોટેક લિમિટેડ દ્વારા ખેડૂત મિત્રોને એકત્ર કરવામાં આવ્યા હતા જેમા પ્રજાપતિ આશિષકુમાર અશોક ભાઈ નસવાડી ડેપોટ તથા ચૌધરી જયંતીભાઈ કવાંટ ડેપોટ તથા તરબદા હરેશભાઈ કોસીન્દ્રા ડેપોટ ના અધિકારીઓએ ખેડૂત વર્ગ ને સમજ આપવામા આવી હતી કે જ્યારે આજના યુગમા ખેડુતો મહેનત કરેછે પરંતું જે ઉપજ થાયછે તેના ભાવ મળતા નથી અને ખેડુતો જે ખાતર બિયારણ વાપરે છે તેમા ઠાગાય જતા હોય છે તો એ સંદર્ભે જી. એસ.એફ.સી એગ્રોટેક દ્રારા ખેડૂતોને ક્યા પ્રકારનુ ખાતર બિયારણ વાપરવુ જોઈએ અને જે સરદાર ખાતર નુ સિમ્બોલ આવેછે તેની ચકાસણી કરી ખાતર લેવુ જોઈએ અને માર્કેટમા ઘણી કંપનીઓ આવેછે જેમા ખેડુતો છેતરતા હોય છે તેને અટકાવવા આ પગલા લેવામા આવ્યા છે અને વધુમા જણાવ્યું કે ખાતર કેવી રીતે વાપરવુ અને ક્યારે વાપરવુ તેની સમજ આપી હતી અને જમીન ટેસ્ટિંગ કરાવવાની પણ માહિતી આપવામાં આવી હતી અને જે ખેડૂતને જમીન ટેસ્ટિંગ કરાવવી હોય એ ખેડૂત નસવાડી ખાતે જી.એસ.એફ.સી નો સંપર્ક કરે જમા ખેતરમાંથી અમુક અમુક ભાગમાંથી માટી લઈ ટેસ્ટિંગ માટે નસવાડી ખાતે આવવાની સલાહ આપવામાં આવી હતી જેનો રિપોર્ટ અઠવાડિયામાં આપવામાં આવશે એવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુ અને આ કાર્યક્રમમાં નસવાડી સંખેડા કવાટ તાલુકાના ખેડૂતો એકત્રિત થયા હતા જેમને ખાતર બિયારણ વિશે સમજ આપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે સામેઠા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી શ્રી યાસીનભાઈ વાય પટેલ દ્વારા સાહેબ શ્રીઓ અને ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દરેક ખેડૂતો ભેગા મળી ખાતર અને બિયારણ વિશે માહિતગાર થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here