નસવાડી જુથ ગ્રામ પંચાયતની ચુંટણીનું જાહેરનામું બહાર પાડ્યું

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

નસવાડી જૂથ ગ્રામ પંચાયતની ચુંટણી નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જૂની વસ્તી ગણતરી ના આધારે વોર્ડ રચના કરવામાં આવી છે જેમા વોર્ડ નાના મોટા છે જેમાં જુના રાજકીય નેતાઓએ પોતાની બેઠકો સલામત રાખી છે જેથી નવા ઉમેદવારો ચુંટણી લડી ના શકે ૨૦૧૧ ની વસ્તી ગણતરીને ધ્યાને લઇ ૧૦ વર્ષ જૂની પદ્ધતિ પ્રમાણે વોર્ડ ની રચના કરવામાં આવી છે અધિકારીઓ કચેરી માં બેસીને વોર્ડ ની રચના કરે છે વોર્ડની રચના કરતા પહેલા ગ્રામજનો ના મંતવ્ય લેવામાં આવતા નથી જેથી પ્રજામાં નારાજગી જોવા મળી છે.
નસવાડી જૂથ ગ્રામ પંચાયત માં ૧૨વોર્ડ ની રચના કરવામાં આવી છે જેમાં ૪ સામાન્ય સ્ત્રી બેઠક ૩ સામાન્ય બિન અનામત બેઠક ૧ અનુસૂચિત જાતી સ્ત્રી અનુસૂચિત આદિજાતિ ૧ સ્ત્રી ૨ અન્ય એમ કુલ ૩ બેઠક સા અને શે પછાત વર્ગ ૧ બેઠક એમ કુલ ૧૨ વોર્ડ બેઠક નસવાડી જૂથ ગ્રામ પંચાયત યાદી બહાર પાડવામાં અવલ છે.
નસવાડી તાલુકામાં બે તબક્કામાં ગ્રામ પંચાયત ની મુદ્દત પુરી થાય છે તા,૨૦/૧/૨૦૨૧ ૪૬ ગ્રામ પંચાયતો ની મુદ્દત થાય છે જયારે એપ્રિલ મહિનામાં ૧૪ ગ્રામ પંચાયત ની મુદ્દત પુરી થાય છે ગ્રામ પંચાયત ની ચૂંટણીઓમા આદિવાસી વિસ્તારમા તહરવારોની જેમ લોકશાહી ઢબે ચુંટણીઓ થાય છે નસવાડી તાલુકામાં ગ્રામ પંચાયત ની ચૂંટણીઓને લઈને જિલ્લા કલેકટર દ્વારા સરપંચોની બેઠકની યાદી બહાર પાડી છે હાલ પહેલા ૪૬. ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યુ છે ૪૬ ગ્રામ પંચાયતમા યોજનાર ચૂંટણીઓ બેલેટ પેપર થી ચૂંટણી યોજાય છે કેમ કે સમગ્ર રાજ્યો માં સરપંચ અને સભ્ય ની ચૂંટણી એક સાથે થતી હોવાથી બેલેટ પેપર થી ચૂંટણી થાય છે જાહેરનામું બહાર પડતા ચૂંટણી લડવા રસોયાઓ ઉમેદવારી નોંધાવવાની જાહેરાતો કરી છે અને ચૂંટણી લડવા માટે સક્ષમતા બતાવે છે દરેક ઉમેદવાર મોર બની થનગાટ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here