નસવાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા ભવ્ય સ્વાગત કરાયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય અને ધારાસભ્યના હસ્તે સરકારલક્ષી યોજનાઓના વિવિધ લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા

આજરોજ નસવાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા નગરજનોમાં ખુશી જોવા મળી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ જન-જન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાયાથી મજબૂત કરીને આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો અને આ યાત્રા વંચિત લાભાર્થીઓના ઘરના આંગણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડી રહી છે એ યાત્રાનું નસવાડી ખાતે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કર્યું હતુ અને ચેતનભાઇ મેવાસી દ્વારા શ્રીફળ વધેરી સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને આ યાત્રા દરમિયાન સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘરના આંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે મહિલાઓ યુવાનો ખેડૂતો સહિત ગરીબ મધ્યમ વર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પ બંધ થયા છે આદિવાસી સમુદાય પણ આશીર્વાદરૂપ બની રહેલી આયુષ્માન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને પોષણ લક્ષી યોજના નો લાભ લેનારા કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જે પેકેટ આપવામાં આવે છે તેનાથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ વિવિધ યોજનાકીય માહિતીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામૂહિક શપથ લીધા હતા અને સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોએ યોજનાકિય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા હતા જેમાં રાંધણગેસ સામગ્રી વિધવા પેન્શન યોજના બાળકો માટેની કીટ વગેરે વગેરે લાભો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ ભાજપ તાલુકા મંત્રી અનિલભાઈ શાહ જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઇ મેવાસી તથા તાલુકા પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here