નસવાડીના પીપલાજ ગામે ઉનાળો આવતાની સાથેજ પીવાના પાણીના વલખા…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગ્રામજનોએ બોર અને ટાંકી ની આરતી કરી કર્યો અનોખો વિરોધ

નસવાડી તાલુકાના પીપલાજ ગામે પીવાના પાણીની સમસ્યા ઉદભવતા ગ્રામજનોએ કર્યો વિરોધ અને ગ્રામજનોએ અનોખી રીતે શિરોધ કરવામાં આવ્યો છે જેમાં ગામ લોકોએ મોટી ટાંકી નમાવી ખાલી છે એવુ દર્શાવવામાં આવ્યુ અને ઢોલ અને થાળી વગાડી વિરોધ દર્શાવ્યો છે જ્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે અને આટલી કાળજાળ ગરમીમાં પાણી નો પ્રશ્ન ઉદભવે અને તંત્ર આના પર ધ્યાન ન આપે એ તંત્ર માટે શરમ જનક વાત છે કારણ કે ગામ લોકોના કેહવા મુજબ દર વર્ષે પાણી ની સમસ્યાનો સામનો અમારે કરવો પડે છે જ્યારે પણ ઉનાળો આવે એટલે મોટર ના ધંધિયા પીપલાજ ગામે જોવા મળેછે કારણ કે પીપલાજ ગામે પીવાના પાણીની તમામ સુવિધાઓ બંધ હાલતમાં જોવા મળી છે જે સરકાર દ્વારા પીવાના પણી માટે શરૂ કરવામાં આવેલી પાણી ની ટાંકી સોલાર બોર મોટર જેવી તમામ સુવિધાઓ હાલ બંધ હાલત માં છે જ્યારે પીવાના પાણીની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનો એ ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ અને ગામ લોકો ના કેહવા પ્રમાણે આ ઢોલ અને થાળી નો અવાજ ઠેઠ સરકારના કાને પોહચે એટલે થાળી અને ઢોલ વગાડવા મા આવ્યા છે અને પીવાના પાણી માટે યોગ્ય સુવિધા પૂરી પાડવા માટે ગ્રામજનોએ અપીલ કરી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ મોટર બગડી હતી ત્યારે ગામલોકો ભેગા મળી પચાસ પચાસ રૂપિયા ફાળો કરી મોટર રીપેરીંગ કરાવી હતી છતાં પણ પાણી આવતુ નથી અને દર વર્ષે ગામલોકો મોટર રીપેરીંગ કરાવે છે અને પાણી આવતુ નથી મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર અમારા ગામમાં ધ્યાન આપતુ નથી અને આ અમારો વિરોધ તંત્ર જુએ અને સરકાર સુધી પોહચે અને અમારી પીવાના પાણી ની સમસ્યાનું સમાધાન કરે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here