નર્મદા : સેલંબાનો નજીર મકરાણી કેમ આવ્યો પોલીસના રડાર ઉપર…???

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

R T I એકટિવિસટ અને સામાજિક કાર્યકર કેમ ધકેલાયો ગુમનામીના અંધકારમાં…???

નર્મદા પોલીસે નઝીર મકરાણી સહિત તેની પત્ની સામે સમાજમા વૈમનસ્ય ફેલાવવા જાહેર સુલેહ શાંતિ ભંગના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નજીર મકરાણીની સામાજિક કામગીરીઑ આ કલમથી ધણી વાર લખી ચુક્યો છું પરંતુ આજે નજીર જે હાલત અને પરિસ્થિતિમા છે, એનો પરિવાર જે પરિસ્થિતિમા હાલ કુટુંબના મોભી વિના જે યાતના ભોગવી રહ્યો છે,જે જાણીને લખવું કે ન લખવું ની વિડંબના ઓમાં કલમ આપમેળે જ ચાલી ગઇ છે.
પોલીસ વિભાગ એક તરફ એને અસામાજિક તત્ત્વોમા ગણી રહયું છે પરંતુ એને ગરીબોને,પીડિતો , શોષિતોના માટે લડત લડતા તેમને ન્યાય અપાવવા સેકડો માણસોની ભીડ સાથે રેલીઓ કાઢતાં પણ નજરો નજર સાક્ષી હોવાનો અહેસાસ પણ અનુભવ્યો છે. લોકોના પશ્રોના નિકાલ માટે આમતેમ સરકારી કચેરીઓમાં અટવાતો પણ નજરોથી નિહાળ્યો છે.

ત્યારે એકજદમ અચાનક જ પરિસ્થિતિ કેમ બદલાય ?? આજે સેલંબાનો નજીર મકરાણી તડીપારનુ જીવન જીવી રહ્યો છે, તેને તડીપાર કરવામાં આવ્યો છે અને તે પણ નર્મદા , ભરૂચ, તાપી, સુરત, અને વડોદરા આમ પાંચ-પાંચ જીલ્લાઓમાથી.

પોતાની પ્રસિધ્ધિ ગણો કે લોકોની સમસ્યાને વાચા આપવા માટેનો પ્રયાસ નઝીર મકરાણી સોશીયલ મિડીયાનો ભારે ઉપયોગ કરતો, સોશીયલ મિડીયાના માધ્યમથી સમસ્યાઓ લોકો સુધી પહોંચાડતો,પરંતુ શબ્દોના વિવેક જાળવવામા તેની નિષ્ફળતા હંમેશા મુશીબતમા તેને મુકી રહી છે. અને આજે તડીપારનો એક સામાજિક કાર્યકર જીવન જીવી રહ્યો છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તેણે તેમજ તેના પત્નિએ પોલીસ વિભાગ સેલંબાના કાલુ જુમ્મા શેખના પરિવાર સાથે ષડયંત્ર રચી પોતાના પરિવાર ઉપર હુમલા કરતા હોવાનું આરોપ લગાવ્યો હતો. તેમજ સાગબારા પોલીસ મથકનો ઘેરાવો કરવા તેમજ સમગ્ર પરિવાર આત્મવિલોપન કરશેની ચીમકી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો,

મુખ્યમંત્રીને લખાયેલા પત્રની તપાસ ડી.વાય એસ. પી. રાજેશ પરમારને સોંપાઇ હતી. જેમાં નજીર મકરાણીના પત્નિ દ્વારા લગાવેલા આરોપ પોલીસને બેબુનિયાદ અને ખોટા લાગ્યા હતા.
અવાર-નવાર સોશીયલ મિડીયામા મેસેજો વાયરલ કરી સમાજમા ભય ફેલાય સુલેહશાંતિનો ભંગ થાય ,સોશીયલ મિડીયાનો દુરુપયોગ જેવા બે ગુનાઓ નજીર મકરાણી અને તેની પત્ની સામે પોલીસે નોંધ્યા છે.

સામાજિક માન સન્માન ધરાવતા ઇસમ ની આ હાલત કયાં પરિબળો એ કરી?? શુ ખરેખર એ ગુનેગાર છે ?? આવા પશ્રો મનમા ઉદભવે એ સ્વભાવિક છે, હવે એને ન્યાયનો સહારો લેવો પડસે અને ન્યાયાલય દ્વારા જ સાબિત થશે કે એ દોષિત છે કે નિર્દોષ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here