નર્મદા : રાજય સરકારની યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આરોપ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામા ગુજરાત પેટર્ન સહિત વિકાસની યોજનાઓમાં ભ્રષ્ટાચારનો સાંસદનો ખુલ્લો પત્ર કોગ્રેસ BTP માટે પડકાર

મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની જાણ કર્યા બાદ નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડને પત્ર પાઠવી જાણ કરાઇ

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને નર્મદા જિલ્લામા સરકારની વિકાસલક્ષી યોજનાઓ સહિત ગુજરાત પેટર્નની યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પત્ર લખ્યા બાદ આજરોજ નર્મદા જિલ્લામા આવેલ જીલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડને પત્ર પાઠવી તેઓને પણ ભ્રષ્ટાચારની જાણ કરતા રાજકીય નેતાઓ અધિકારીઓમાં સહિત ભ્રષ્ટાચાર આચરવામાં લીન NGO મા ફફડાટ ફેલાયો છે.

નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડને ગંભીર આક્ષેપો કરતો એક પત્ર લખ્યો છે. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે કે નર્મદા જિલ્લામા ગુજરાત પેટર્ન અને અન્ય વિવિધ વિકાસની ગ્રાન્ટમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર ગામડાઓ અને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચે છે. બીજે બધે પારદર્શક વહીવટ થાય છે પણ નર્મદા-ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ધારાસભ્યો કોંગ્રેસ-BTP ના હોવાથી કેટલાક અધિકારીઓ મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદરતા હોવાનું ગંભીર આરોપ લગાવ્યો છે.

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના પત્રમા વિવિધ મુદ્દાઓ ટાંકીને કઇ-કઇ યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેનો ચિતાર રજુ કરેલ છે જેમાં નર્મદા જિલ્લાના બે વર્ષના કૃષિ અને સિંચાઈના હેડના 3 કરોડ મંજુર થયા હતા. આ રૂપિયા આદિવાસી ખેડૂતોને સિંચાઈ માટે બોર, મોટર અને ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે ના હતા પણ જિલ્લાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ અને સ્ટાફે ચાઇના બેટરી ખરીદી એના મળતીયા ખેડૂતોને વિતરણ કરાઈ. વિવિધ તાલીમ વર્ગોના નામે 50-60 લાખનો ભ્રષ્ટાચાર ગુણવત્તા વાળી ચોકલેટ તથા સુખડી મળી 1 કરોડનો ખોટો ખર્ચ કરી ભ્રષ્ટાચાર કર્યો છે. ગુજરાત પેટર્ન ઉપરાંત તમામ વિકાસ ગ્રાંટોમાં ગઠબંધન વાળાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સાગબારા-ડેડીયાપડા તાલુકાની મિઠાપાણીની તાપી આધારિત યોજના માટે રાજ્ય સરકારે 309 કરોડ રૂપિયા ફાળવ્યા છે.આ યોજનામાં પણ એક જિલ્લા પંચાયતના અગત્યની સમિતિના ચેરમેનનો પેટા કોન્ટ્રાકટ હોવાને લીધે કામમાં ગુણવત્તા જળવાઈ નથી જેથી યોજના ખોરંભે પડી છે લોકોને મીઠું પાણી મળતું નથી.
આમ સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડને પત્ર લખી જીલ્લાની પરિસ્થિતિથી પણ વાકેફ કરતાં ભ્રષ્ટાચાર આચરવામાં લીન અધિકારીઓ ,નેતાઓ તેમજ NGO વાળાઓ યોગ્ય તપાસ ના ભયથી ફફડી ઊઠ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here