નર્મદા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીને લાંચ લેવાના મામલે 3 વર્ષની સજા ફટકારતી અદાલત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં શિક્ષિકા નાં GPF માથી રૂપિયા ઉપાડવા શિક્ષણાધિકારી કચેરીનાં કર્મચારીએ રૂપિયા 5 હજાર લાંચ પેટે માંગ્યા હતા

રાજપીપળા માં વર્ષ 2015 માં ફરિયાદ આપનારે પોતાના મકાનમાં રીપેરીંગ કામ અર્થે પોતાની પત્ની શિક્ષિકા હોય તેમના જી.પી.એફ એકાઉન્ટ માંથી રૂા .૪ લાખની માંગણી કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા સુરેશભાઇ મનહરભાઇ ભટ્ટે ફોર્મ ભરી આપેલ અને સુરેશભાઈ એ જી.પી.એફ ના નાણાં મંજૂર કરાવવા માટે ફરીયાદી પાસે રૂા .૫,૦૦૦ / -ની લાંચની માંગણી કરેલ જેથી તે દિવસે ફરીયાદીએ ના છુટકે રૂા .૨૦૦૦ / – તેમને આપેલ અને બાકીના રૂપીયા ચેક મળ્યાથી આપવા માટે જણાવેલ હતુ ,
અને સમગ્ર પ્રકરણ ની ફરિયાદ લાંચ રૂશ્વત વિરોધી શાખા માં કરી હતી. જેથી આરોપી સુરેશ ભટ્ટ ને લાંચ ના છટકા માં ઝડપી પાડયો હતો.

આ કેશ રાજપીપલાનાની સેસન્સ કોટ ના જજ એ.આર. પટેલની કોર્ટમાં ચાલી જતા અદાલતે સુરેશભાઈ ભટ્ટ ને કસુરવાર ઠેરવી ૩ વર્ષની સખત કેદ તથા રૂા .૧૦,૦૦૦ / – દંડની સજા ફટકારતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, આ કેસ મા જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ નાઓએ અદાલત સમક્ષ પોતાની ધારદાર દલીલો રજુ કરતા અદાલતે લાંચ લેતાં જીલ્લા શિક્ષણાધિકારી ની કચેરી મા ફરજ બજાવતા કર્મચારી ને કસૂરવાર ઠેરવી સજા ફટકારી હતી.

ફરિયાદ કરનાર સતીષભાઇ રામજીભાઈ વસાવા રહે . ડેડીયાપાડાનાઓ ફરીયાદ મુજબ તેમણે પોતાના મકાનમાં રીપેરીંગ કામ અર્થે પોતાના તથા પોતાની પત્ની ( શિક્ષિકા ) ના જી.પી.એફ એકાઉન્ટમાંથી રૂા .૪ લાખની માંગણી કરવા બાબતેનુ ફોર્મ ભરી જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા સુરેશ ભટ્ટ ને આપેલ ત્યારબાદ સુરેશભાઈ એ જી.પી.એફ ના નાણાં મંજૂર કરાવવા માટે સતિષભાઇ પાસે રૂા .૫,૦૦૦ – ની માંગણી કરેલ જેથી તે દિવસે ફરીયાદીએ ના છુટકે રૂા .૨૦૦૦ / – તેઓને આપેલ અને બાકીના રૂપીયા ચેક મળ્યાથી આપવા માટે જણાવેલ તે પછી તા .૧૧ / ૧૨ / ૨૦૧૫ ના રોજ ફરીયાદીએ પોતાના જી.પી.એફ ના ચેક માટે સુરેશભાઈ ને મોબાઇલ ફોનથી વાત કરતા તેમણે જણાવેલ કે તમારો જી.પી. એફનો ચેક તૈયાર છે . અને બાકીના રૂા .૩,૦૦૦ / – તમારે મને આપવા પડશે તેમ જણાવેલ , આમ કુલ રૂા .૫,૦૦૦ | – ની લાંચની માંગણી કરેલી અને આ વાતચીતનુ ફરીયાદીએ પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કરેલ ત્યારબાદ તા .૧૨ / ૧૧ / ૨૦૧૫ ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી , રાજપીપલા ખાતે લાંચના છટકાનુ આયોજન કરતા છટકા દરમ્યાન સુરેશ ભટ્ટ રૂા .૩,૦૦૦ / – માંગણી કરી હોય જે સ્વીકારી ટેબલના ડ્રોઅરમાં મુકી દઇ લાંચ સ્વીકારી પકડાઇ જઈ ગુનો કર્યો હોય કોર્ટે સુરેશભાઈ ભટ્ટ ને ૩ વર્ષની સજા અને રૂા .૧૦,૦૦૦ / – નો દંડ નો હુકમ કરતા જિલ્લાના લાંચ લેનારા સરકારી બાબુઓ માં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here