નર્મદા જીલ્લામા ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનુ 52.89 ટકા પરિણામ

રાજપીપળા,(નર્મદા)આશિક પઠાણ :-

726 વિધાર્થીઓ એ પરીક્ષા આપી જેમાથી 384 વિધાર્થીઓ પાસ જ્યારે 346 નાપાસ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા નુ આજરોજ બોર્ડ ની વેબસાઇડ ઉપર પરિણામ જાહેર થયું હતું, વિધાર્થીઓ માં પોતાના પરિણામ જાહેર થતાં શું પરિણામ આવ્યુ એ જોવાની ભારે જીજ્ઞાશા જૉવા મળી હતી. નર્મદા જીલ્લા નું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું. 52.89 ટકા પરિણામ આવ્યું હતું.

નર્મદા જીલ્લા માં કુલ 730 વિધાર્થીઓ એ પરીક્ષા આપવા માટે આવેદન કર્યું હતું જેમાંથી 726 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર વિધાર્થીઓ પૈકી 354 પાસ થયા હતા,જ્યારે 346 નાપાસ થતાં તેમનાં માં ભારે ગમગીની જૉવા મળી હતી.

સમગ્ર નર્મદા જીલ્લા માં વાત કરી એ તો A1 ગ્રુપ માં માત્ર એકજ વિદ્યાર્થી પાસ થયો હતો,A2 ગ્રુપ માં પણ એક જ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયો હતો, B1 ગ્રુપ મા 13 , B2 ગ્રુપ માં 37, C1 ગ્રુપ માં 101, C2 ગ્રુપ મા 173 , D ગ્રુપ મા 58 વિધાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 346 નાપાસ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here