નર્મદા જીલ્લામાં પુરથી ખેડુતોને થયેલ ભારે નુક્સાન સામે વળતરની રકમ ઓછી હોય ખેડુતોમા અસંતોષ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પૂરમાં થયેલ નુકશાનીના વળતરની રકમ ઓછી મળી હોવા બાબતે સિસોદ્રાના ગ્રામજનો એ આપ્યું આવેદનપત્ર

નર્મદા જિલ્લામાં ચોમાસાની ચાલુ સીઝન દરમિયાન નર્મદા ડેમ માથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી એ નર્મદા જીલ્લા માં નદી કાંઠા વિસ્તારના ગામો માં ભારે તારાજી સર્જી હતી. નર્મદા માં આવેલ પૂરમાં ઘણા ગામોમાં ભારે નુકશાન થયું હતું જેમાં નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં પણ નુકશાન થયું હોય જેનું સર્વે થયા બાદ વળતર ની જે રકમ આપવામાં આવી છે જે ઘણી ઓછી હોવા બાબતે આજે ગ્રામજનો એ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

ગ્રામજનો એ કલેકટર,ડીડીઓ અને ટીડીઓ ને આપેલા આવેદનપત્ર માં જણાવ્યા મુજબ આ વર્ષે આવેલા પુર નાં કારણે સિસોદ્રા ગામમાં પાણી ફરી વળતા ગામના ઘરો અને ઘર માં રાખેલ સામાન સહિત તમામ વસ્તુઓ ને મોટા પ્રમાણ માં નુકશાન થયું હતું ત્યારબાદ આ નુકશાની નાં સર્વે માટે તલાટી કમ મંત્રી તેમજ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી બિન કાળજી પૂર્વક કરવામાં આવી હતી જેના કારણે જેને જેને નુકશાન થયું છે એ તમામ ને વળતર ઓછું આપવામાં આવ્યું છે, આમતો ઘરદીઠ રૂપિયા ૨૫૦૦ આપવાનું સરકારે નક્કી કર્યું છે પરંતુ નક્કી કરેલ આ રકમ નો કોઈને લાભ મળ્યો નથી તો આમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હશે અથવા નાણાં ચાઉં થઈ ગયા હોય તેમ એમને લાગે છે માટે પૂરતું વળતર મળે એ માટે યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનો એ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here