નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના વાડિયા ગામે સગીરા બાળા સાથે બળાત્કાર કરનાર નરાધમને 20 વર્ષની સજા અં3 2 લાખનો દંડ

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

કુદરતી હાજતે ગયેલ બાળા ઉપર મરજી વિરુદ્ધ બળાત્કાર મામલે પોકસો સહિત બળાત્કાર ની ફરિયાદ નોંધાવી હતી

નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલેલ પોકસો કેસ નંબરઃ- ૧૮/૨૦૨૦ ના કામના આરોપી જીગ્નેશભાઈ ઉર્ફે જીગો જગદીશભાઈ વસાવા, ઉ.આ.વ.૨૮ રહે.વાડીયા પાંચમું ફળીયું, તા.નાંદોદ જી.નર્મદા, નાઓને ઈ.પી.કો. કલમ ૩૭૬(૩)(જે), ૩૨૩, ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ–૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સ૨કા૨ી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકી એ આરોપીને ઈ.પી.કો. કલમ ૩૭૬(૩)(જે), ૩૨૩, ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ-૬ માં ૨૦ વર્ષની કેદની સજા તથા રૂ.૨,૦૦,૦૦૦/– (બે લાખ )પુરાનું વળતર ચુકવવાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

કેસ ની સમગ્ર હકીકત એવી છે કે આ કામના આરોપી તા.૧૮/૦૪/૨૦૨૦ નારોજ સવારના ક.૯/૩૦ વાગે આ કામના ભોગ બનનાર એકલી કુદરતી હાજતે પોતાના ઘરની બાજુમાં આવેલ વડીયાસીમ તળાવવગા આવાવરૂ જગ્યામાં ઉગેલી નાની મોટી ઝીમટીવાળી ઝાડી તેમજ કાટાવાળા વેંગણ વનસ્પતિઓથે જવા માટે બેસેલ તે વખતે ફરીયાદી બાળા નો આરોપીએ પીછો કરી એકદમ નજીક આવતા જોઈ જતા ફરીયાદી ભોગ બનનાર બચવા માટે પોતાના ઘર તરફ દોડવા લાગતા આરોપીએ નજીકમાં જ પકડી પાડી બુમ પાડે તે પહેલા જ આરોપીએ પોતાના હાથની આંગળીઓ ફરીયાદી ભોગ બનનારના ગળા સુંધી નાખી ઈજા કરી ઢસડીને સાહેદ અશોકભાઈ ગોપાલભાઈ વસાવાના ફેન્સીંગ તા૨વાળા ખેતરના શેઢા પાસે ઉંચી કાટાવાળા વેંગણ વનસ્પતિ તેમજ ઝામટાવાળી ઝાડીમાં લઈ જઈ બળજબરીથી જમીન ઉપર સુવડાવી દઈ આરોપીએ ફરીયાદી ભોગ બનનારને પોતાની સાથે સબંધ બાંધવાનું જણાવી અને જો પોતાને શરીર સબંધ નહી બાંધવા દે તો ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી ભોગ બનનારની મરજી વિરુધ્ધ શારીરિક અડપલા કરતા ફરીયાદીએ સામનો કરતા આરોપીએ ફરીયાદીના બન્ને હાથ ઉપર પોતાના બન્ને પગનાન ઘુંટણ મુકી ફરીયાદીની ટી—શર્ટ ગળાના ભાગેથી ફાડી નાખી તેમજ કમરના ભાગે પહેરેલ લેધી બળજબરીથી કાઢી નાખી નગ્ન કરી ફરીયાદી ભોગ બનનારની મરજી વિરુધ્ધ બળાત્કાર કરી ગુન્હો કરેલ તે મુજબની ફરીયાદ આપેલી. સદરહુ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો.

જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૭૬(૩)(જે), ૩૨૩, ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ-૬ માં ૨૦ વર્ષની કેદની સજા તથા રૂ.૨,૦૦,૦૦૦/– (બે લાખ )પુરાનું વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here