નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે થયેલ ઘરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને LCB પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

મહારાષ્ટ્રના આરોપીને ઝડપી પોલીસે ચોરીના કામમા વપરાયેલ મોટરસાઈકલ જપ્ત કરી

નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે થયેલ ઘરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની સુચના જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા નર્મદા LCB પોલીસને અપાયેલ હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.ગામીત સહિત તેમના સ્ટાફના જવાનો એ મહારાષ્ટ્રના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર દિલવરસીંગ ઉદેસીંગ શીખ ઉ.વર્ષ 32 નાઓનો કટલરી સામાન વેચવાનો તેમજ ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાનો ધંધો કરતો આ આરોપી મહારાષ્ટ્ર ના અકકલકુવા ખાતેના શીખ મહોલ્લામા રહેતો, જેણે ગુજરાતના નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે આવી ઘરફોડ ચોરી કરી હતી જેનુ પોલીસ તપાસમા નામ ખુલતા તેના ઉપર ચોરીની ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકમાં નોધાઇ હતી. ફરિયાદ નોધયા બાદ આ આરોપી પોલીસના હાથમાં ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો .

નર્મદા જીલ્લા LCB પોલીસે આ આરોપી ને ઝડપી પાડયો હતો અને તેના પાસેથી ચોરીના ગુનામાં વાપરવામાં આવેલ પલ્સર મોટરસાઈકલ નંબર GJ 05 BS 6468 મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરી હતી. આ આરોપી એ પોલીસ સમક્ષ દેડિયાપાડા ખાતે ચોરી કર્યા નુ પણ કબુલ્યું હતુ. દેડિયાપાડા પોલીસે આરોપીનો કબજો મેળવી ચોરીના ગુનામાં આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here