નર્મદા જીલ્લાના દેડિયાપાડા ના મોટાસુકા આંબા ગામે રૂપિયા 85500 ની કિંમત ના. સોના ચાંદીનાં ઘરેણાં સહિત રોકડની ચોરી

ડેડીયાપડાં,(નર્મદા) આશિક પઠાણ :-

મકાન માલિકે બે અજાણ્યા ઈસમો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકાના મોટાસૂકા આંબા ગામે મકાન મા પ્રવેશ કરી ઘર માં મુકેલ તિજોરી ખોલી તિજોરી માં મુકેલ રૂપિયા 85500 ના સોના ચાંદી નાં ઘરેણાં સહિત રોકડ રકમ ની ચોરી કરી ચોરટા ફરાર થયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના મોટાસૂકા આંબા ગામે રહેતા દામજીભાઈ ઈશ્વરભાઈ વસવા ના મકાન મા પ્રવેશ કરી બે અજાણ્યા ઈસમો એ ઘરમાં પાકીટ માં મુકેલ ચાવી લઇ ને તિજોરી ખોલી તિજોરી માં મુકેલ ચાંદી નાં સાંકળ બે જોડી કિંમત 45 હજાર , કમર નો ઝૂડો કિંમત 18 હજાર, ચાંદી ની ચૈન કિંમત 3 હજાર,સોના ની વિટી કિંમત 12 હજાર ,સોના ની જડ નંગ 5 કિંમત 2500 તેમજ રોકડ રૂપિયા 5000 મળી કુલ 85500 ની કિંમત ની સોનાં ચાંદી ની રકમો સહિત રોકડ રકમ ની ચોરી કરી ચોરટા ફરાર થયા હતા.

મકાન માલિક ને આ બાબતે જાણ થતાં તેણે દેડિયાપાડા પોલિસ મથક માં ચોરી ની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ચોરટા ઓને ઝડપવા ના ચક્રો ગતીમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here