નર્મદા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પાર્ટીને મજબુત બનાવવા કાર્યકરો સજ્જ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પ્રદેશ કોંગ્રેસ મંત્રી પ્રફુલ પટેલની આગેવાનીમાં જીલ્લા પંચાયતની બેઠકમાં આવતા વિસ્તારોના કાર્યકર્તાઓની દેવળીયા ખાતે બેઠક મળી

આગામી દિવસોમાં લોકસભા ની ચૂંટણીઓ આવનાર હોય નર્મદા જીલ્લા માં સુષુપ્ત અવસ્થામાં પોઢેલી કૉંગ્રેસ પાર્ટી ને ચેતનવંતી બનાવવા માટે, કાર્યકરો માં જોમ અને જુસ્સાને ઉજાગર કરવા માટે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવળીયા ખાતે પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી પ્રફુલભાઈ પટેલ ની આગેવાની માં બેઠક મળી હતી.

નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાની અગર જિલ્લા પંચાયત મા આવતી પાંચ તાલુકા પંચાયત સીટ ના કાર્યકર્તા ઓની મીટીંગ અગર જિલ્લા પંચાયત્ અગર અને દેવલિયા જિલ્લા પંચાયત દેવલીયા ખાતે રાખવામાં આવી હતી જેમાં તિલકવાડા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ કપુરભાઇ ભીલ, દેવળીયા ના સરપંચ અને તિલકવાડા કૉંગ્રેસ પાર્ટી ના પ્રમુખ રાજુ ભાઇ ભીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.

આ બેઠક માં પ્રદેશ મંત્રી પ્રફુલ પટેલે કાર્યકરો ને પરસ્પર મતભેદ ભુલી સંગઠન ને મજબુત બનાવવા અને જન સેવા ના કાર્યો કરવા ના અનુરોધ સાથે સમગ્ર દેશમાં કૉંગ્રેસ પાર્ટી ના શાસન દરમ્યાન ખેડુતો , મજદુરો ,ગરીબો, દલીત, આદીવાસી સહિત દેશ ના તમામ વર્ગ ના લોકો માટે કરેલ વિકાસ અને કલ્યાણ ના કામો તેમના સુઘી પહોચાડવા ની હિમાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here