નર્મદા જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં દીપડાઓનુંભારે આતંક- ખેતરોમાં અડ્ડો જમાવતા ખેડુતોમાં ફફડાટ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાદોદ તાલુકાના વરાછાના દત્ત આશ્રમ ખાતે ગત મોડી રાત્રે દિપડા એ ગાય નું માલણ કર્યું

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી હિંસક પ્રાણી ગણાતા દીપડાઓએ રેવન્યુ વિસ્તારોમાં સ્થળાંતર કરતા અને તેમની સંખ્યામાં ખૂબ જ મોટી માત્રામાં વધારો થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે, શેરડી ના ખેતરો હિંસક દીપડાઓ માટે આશ્રયનું મોટું સ્થાન બન્યા છે, ત્યારે ખેતી કામ અર્થે જતા ખેત મજૂરો સહિત ખેત માલિકોમાં પણ દીપડાઓનો ભારે ભય જોવા મળી રહ્યો છે અને સમયાંતરે દીપડાઓ પશુઓ ઉપર હુમલો કરી તેઓને મોતને ઘાટ ઉતારતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે.

નાદોદ તાલુકાના રાજપરા ગામ પાસે આવેલા વરાછા ગામ ના આવેલ દત્ત આશ્રમ ના કમ્પાઉડ મા બાંધેલ એક ગાયનો ગતરોજ મોડી રાત્રિના બારેક વાગ્યા ના સુમારે હિંસક દીપડાએ હુમલો કરી તેનું માલણ કરતા ગાય મોતને ઘાટ પહોંચી હતી, આ બાબતે દત આશ્રમના મહંત વિનોદગીરી બાપુએ જણાવ્યું હતું કે આશ્રમ માં બાંધેલ ગાયને પાછળ થી કોતરડા માંથી દીપડા એ આવી તેના પર હુમલો કર્યો હતો, અવાજ આવતા પોતે સફાળા જાગી ગયા હતા અને અવાજ ની દિશા તરફ જતા દીપડો તેઓને જોઈને ફરાર થયો હતો પરંતુ દીપડો ફરાર થાય એ પહેલા તેણે ગાય ઉપર હુમલો કરેલ હોય ને ગાય નું મોત નીપજ્યું હતું. દીપડાએ ગાયને ફાડી ખાધી હતી, મહંત સ્વામી વિવેક ગીરી મહારાજે અમારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દીપડા વધ્યા હોવાનું જણાવ્યું હતું અને નાવરા ગામ ની સીમમાં વન વિભાગ દ્વારા પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે પરંતુ દીપડા જબ્બે થતા ન હોવાનું પણ તેઓએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
અત્યારે ઉલ્લેખની છે કે ચાર એક દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કોઠી ગામ ખાતે પણ દીપડાએ એક ગાય ઉપર હુમલો કરે ગાયને ફાડી ખાધી તેનો માલણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here