નર્મદા : કેવડીયા અસરગ્રસ્ત આદિવાસીઓની જમીન ફરતે ફેન્સીંગના વિરોધમાં પ્રદર્શન કરતાં ધારાસભ્યોની અટકાયત મામલે નર્મદા પોલીસનો ખુલાસો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ધારાસભ્યોની કેવડીયા જવાની જીદના કારણે કાયદો વયવસથાની પરિસ્થિતિ જળવાય એ હેતુસર ધારાસભ્યોને ડિટેઈન કરાયા

ધારાસભ્યોને ડિટેઈન કરી મુકત કરવામાં આવ્યા

કેવડીયા વિસ્તારના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસી ઓની જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમની કામગીરી સામે વિરોધ દર્શાવવા અને અસરગ્રસ્ત આદિવાસીઓ સાથે મુલાકાત અર્થે આવેલ કોગ્રેસના 9 ધારાસભ્યોને નર્મદા પોલીસે ડિટેઈન કરી રાજપીપળા પોલીસ હેડકવાર્ટર ખાતે રાખ્યા હતા ,જયાંથી સમય વીતતાં મુક્ત કરાયા હતા.

આ મામલે નર્મદા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ રિલિઝ કરી ખુલાસો કરેલ છે કે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કેવડીયાના 6 ગામમાં ફેન્સીંગની કામગીરી બાબતે ગ્રામજનો સ્થાનિક આગેવાનોએ ફેન્સીંગની કામગીરીમા અવરોધ ઉભો કરેલ, તેમના સમર્થનમા કોગ્રેસ અને બી ટી પી ના ધારાસભ્યો વિરોધ કરવા આવવાના હોવાની માહિતી પોલીસ વિભાગને મળેલ હતી.

ધારાસભ્યોએ કેવડીયાથી લીમડી સુધી જમીનોના સર્વે અને ફેન્સીંગની કામગીરી બાબતે આ કામગીરી અટકાવવા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ત્યારબાદ આગેવાનો તેમજ ધારાસભ્યો ફેન્સીંગની કામગીરી બાબતે વિરોધ દર્શાવવા કેવડીયા તરફ રવાના થયેલ.

લોકડાઉન અમલમાં હોય રાજકીય મેળાવડા અને લોકોના એકઠા થવા પર પ્રતિબંધ હોય તમામ આગેવાનોને રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે રોકવામાં આવ્યા હતા અને લોકડાઉનની અમલ કરવા સમજાવવામાં આવ્યા હતા, છતાં જાહેર રસ્તા પર બેસી કેવડીયા વિસ્તારમાં જવાનો આગ્રહ રાખેલ હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ડહોળાઈ નહીં તે માટે તમામ આગેવાનો અને ધારાસભ્યોને ડિટેઈન કરાયા હતા, અને સમય વીતતાં તેઓને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા જણાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here